surat blast ને લોકોએ અડધી રાત્રે સૂર્યોદય ગણાવ્યો, ઘરની બારીમાંથી ક્લિક કરેલી તસવીરો કરી શેર
હાઈરાઈઝ બિલ્ડીંગ પરથી આ બ્લાસ્ટ કેવો દેખાયો હતો તેના તસવીરી પુરાવા લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. લોકો પોતાની બાલ્કનીમાં દોડી આવ્યા હતા.
ઝી મીડિયા/બ્યૂરો :હજીરા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં મોડી રાત્રે અઢી વાગ્યે ઓટોમેટિક પ્લાન્ટની ચેમ્બરમાં સ્પાર્ક થયો હતો. ગેસ લીકેજને કારણે વહેલી સવારે 3 વાગ્યા ને 15 મિનિટની આસપાસ ત્રણ વિસ્ફોટ (surat blast) થયા હતા. આ ધડાકાથી આગ લાગી ગઈ હતી. જોકે, લગભગ આખુ સુરત આ બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યું હતું. અડધી રાત્રે આકાશમાં સૂર્યોદય થયો હોય તેવો નજારો સર્જાયો હતો. ઓએનજીસીની આસપાસ રહેતા લોકોની હાલત તો મૂંઝવણભરી હતી. પરંતુ દૂરના વિસ્તારોમા રહેતા લોકો માટે આ નજારો ખાસ બની રહ્યો હતો. હાઈરાઈઝ બિલ્ડીંગ પરથી આ બ્લાસ્ટ કેવો દેખાયો હતો તેના તસવીરી પુરાવા લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. લોકો પોતાની બાલ્કનીમાં દોડી આવ્યા હતા. સુરતવાસીઓએ આ બ્લાસ્ટની તસવીરો શેર કરી છે. (તમામ તસવીરો ટ્વિટર પરથી લેવાયેલી છે)
બ્લાસ્ટ તસવીર નંબર 1
ખુશી પોદ્દાર નામની મહિલાએ ટ્વિટર પર લખ્યું કે, 3.30 કલાકે સૂર્યોદય ક્યારેય જોયો છે ખરો....
બ્લાસ્ટ તસવીર નંબર 2
તો અન્ય એકે લખ્યું કે, આ તસવીર સનરાઈઝ જેવી જ લાગે છે, પણ હકીકતમાં તે સુરતના બ્લાસ્ટની છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ
બ્લાસ્ટ તસવીર નંબર 3
બ્લાસ્ટ તસવીર નંબર 4
બ્લાસ્ટ તસવીર નંબર 5
Trending Photos