અતુલ તિવારી/અમદાવાદ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં 31મીએ સ્ટેટ ઓર્ગન ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન (SOTTO) દ્વારા અંગદાતાઓનું સન્માન કરાશે. અમદાવાદ સિવિલ મેડીસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટ કેમ્પસમાં બહુમાન કાર્યક્રમ યોજાશે. કિડની ઇન્સ્ટીટ્યુટમાં 14 વર્ષમાં 5000 થી વધુ મલ્ટીઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં વર્ષ 2019થી ઓગસ્ટ 2022 સુધીમાં 280 અંગદાતાઓને અંગદાન મળ્યું છે. અમદાવાદ કિડની ઇન્સ્ટીટ્યુટના સ્થાપક પદ્મશ્રી એચ.એલ.ત્રિવેદીજીની જન્મતિથીના અવસરે SOTTO અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ દ્વારા અંગદાતા પરિવારજનોનો સન્માન કાર્યક્રમ યોજાશે. 


કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને નવસારી સાસંદ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતમાં અંગદાતા પરિવારોનું સન્માન કરાશે.  


ઉલ્લેખનીય છે કે, કિડની ઇન્સ્ટીટ્યુટ અંગોના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા આપતી એકમાત્ર સરકારી/અર્ધસરકારી ઇન્સ્ટીટ્યુટ છે જ્યાં વર્ષ 2008 થી 2021 સુધીમાં કિડની ઇન્સટીટ્યુટ દ્વારા 466 લીવર, 12 સ્વાદુપિંડ, 4,502 જેટલા રીનલ  ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્ણ કરાયા છે. ગુજરાતમાં વર્ષ 2019 થી ઓગસ્ટ 2022 સુધીમાં 280 અંગદાતાઓનુ અંગદાન મળ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube