હિમાંશુ ભટ્ટ/મોરબી : આસપાસમાં આવેલા વિશ્વ કક્ષાના ઘડિયાળ ઉદ્યોગ અત્યાર સુધી પુરુષ પ્રધાન હતો, પરંતુ હવે તેમાં પણ મહિલાઓ આગળ આવવા લાગી છે. ઘડિયાળના ઉધ્યોગમાં કાઠું કાઢી રહી છે. આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબીના રાજકોટ રોડ ઉપર લજાઈ પાસે આવેલ સ્ટીવન ક્વાટર્ઝ નામનું કારખાનું આવેલ છે. આ કારખાનમાં રો મટિરિયલ્સની ખરીદીથી લઈને તૈયાર માલના વેંચાણ સુધીની તમામ કામગીરી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અલ્કાબેન પટેલ દ્વારા સાંભળવામાં આવે છે. તેઓ કારખાનામાં રોજગાર મેળવવા માટે આવતી દરેક દીકરીઓને એક પરિવારની જેમ જ રાખે છે આટલું જ નહીં ટોપથી બોટમ સુધીના તમામ કર્મચારીઓને હૂફ પૂરી પડે છે. તેમના નાનામોટા પ્રશ્નો પણ ઉકેલે છે જેથી તેની સિધ્ધી પોઝીટીવ અસર કંપનીના પ્રોડક્શન અને વેચાણ પર પડતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nadiad: અચાનક ઇન્ડિયન આર્મીનું હેલિકોપ્ટર ઉતર્યું અને અંદરથી બે ઉચ્ચ આર્મી અધિકારીઓ નીચે ઉતર્યાં અને...


છેલ્લા વર્ષોમાં મહિલાઓ દરેક ક્ષેત્રની અંદર મહિલાઓ પ્રગતિ કરી રહી છે અને આગળ વધી રહી છે. આટલુ જ નહીં ઘરની સાથોસાથ ઉદ્યોગ ધંધાની કમાન પીએન મહિલાઓ સંભાળી રહી છે, ત્યારે વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાને ઉદ્યોગની નગરી કહેવાય છે. કેમ કે, અહી સિરામિક અને ઘડિયાળના અનેક કારખાના આવેલા છે આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા લગભગ દોઢસોથી વધુ ઘડિયાળના કારખાનાના સંચાલનની અંદર પુરુષોનું પ્રભુત્વ હતું. જો કે, હવે તેમાં પણ મહિલા આગળ આવી રહી છે. મોરબી નજીકના રાજકોટ રોડ ઉપર લજાઈ ચોકડી પાસે આવેલ સ્ટીવન ક્વાર્ટઝ નામનું કારખાનું આવેલ છે. જેના મેનેજિંગ ડાયરેક્ટર અલ્કાબેન અંકુરભાઈ પટેલ છે. તેમના કારખાનાની અંદર હાલમાં સંપૂર્ણ વહીવટ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. 


ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ


સામાન્ય રીતે એવું કહેવાય છે કે, શિક્ષિત મહિલા એક નહીં પરંતુ બે પરિવારોને બે ઘરને તારે છે, પરંતુ શિક્ષિત મહિલાઓ એક નહીં એક કરતાં વધુ ઘરને પણ તારી શકે છે. તેવું મોરબીમાંથી કહી શકીએ તેમ છીએ કારણ કે મૂળ જામનગર જિલ્લા ધ્રોલ તાલુકાનાં રહેવાસી અને છેલ્લા ઘણા વર્ષથી મોરબીમાં રહેતા અલ્કાબેનના લગ્ન મૂળ મોડપર ગામના રહેવાસી અને વર્ષોથી મોરબીમાં રહેતા અને સિરામિકનું કારખાનું ધારવતા અંકુરભાઈ સરથે થાય હતા. જો કે, અલ્કાબેને બીસીએ સુધીનો અભ્યાસ કરેલ હોવાથી તેમણે બહેનોને રોજગારી આપી શકાય તેવું કામ કરવાની તેના પતિ સહિતના પરિવારજનો પાસે આ વાત મૂકી હતી. ખાસ કરીને મહિલાઓને પણ મદદરૂપ બની શકે તેમજ મહિલાઓને ઓછામાં ઓછા શ્રમે વધુ રોજગાર મળે તે પ્રકારે જો કોઈ કામ હોય તો તે ઘડિયાળ ઉધ્યોગની કામગીરી છે માટે ઘડિયાળનો ઉધ્યોગ શરૂ કરવાનો નિશ્ચય કર્યો હતો અને આજથી પાંચ વર્ષ પહેલા સ્ટીવન કવર્ટ્ઝ નામે ઘડિયાળનું કારખાનું તમેને શરૂ કર્યું હતું. 


Gir Somnath: ગીર ગઢડામાં એવા લગ્ન સમારંભનું આયોજન કે આખા વિશ્વ મીડિયાનું ધ્યાન ખેંચ્યું


જેમાં આજની તારીખે આ કારખાનામાં લગભગ ૧૦૦ થી વધુ મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. આ કારખાનાની અંદર બનતી ઘડિયાળોને ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ દેશના દરેક રાજ્યની અંદર અને વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવી રહી છે. મહિલાઓ દ્વારા જ ઘડિયાળ બનાવવા માટેના રો મટિરિયલ્સની ખરીદી કરવામાં આવે છે. માલ તૈયાર થઈ જાય એટલે ઓનલાઈન કે પછી ઓફલાઇન માર્કેટિંગ કરીને તેને દેશ અને વિદેશમાં વહેચવામાં આવે છે. આજથી પાંચ વર્ષ પહેલા પહેલા આ કારખાનું અલકાબેન પટેલ દ્વારા કાર્યરત કરવામાં આવ્યું હતું. તેમાં દર વર્ષે કંઈક નવું લાવવાની ભાવના સાથે તેમણે અત્યાર સુધીમાં ઘડિયાળના ૨૦૦થી વધુ મોડલો પોતાની રીતે તૈયાર કરેલા છે અને તે એક્સપોર્ટ પણ કરી રહયા છે. આ કારખાનાની અંદર આજે સૌથી વધુ બહેનોને રોજગારી મળી રહી છે અને ઓછા શ્રમે વધુ રોજગાર મળતો હોવાથી અહીંયા કામ કરતી બહેનોમાં પણ હર્ષની લાગણી જોવા મળતી હોય છે. 


Gujarat Corona: રાજ્યમાં ફરી વધ્યા કોરોના કેસના આંકડા, રિકવરી રેટમાં નોંધાયો ઘટાડો


વર્તમાન સમયમાં આધુનીકતાના નામે મહિલાઓ છૂટછાટ મેળવી રહી છે અને સંયુક્ત કુટુંબની ભાવના ઓછી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે મોરબીમાં ૧૦૦ થી વધુ મહિલાઓને રોજગારી આપતા સ્ટીવન કવર્ટ્ઝ યુનિટનું સમગ્ર સંચાલન જોતા અલ્કાબેન પટેલનું એવું માનવું છે કે, પરિવાર અને કારકિર્દી બનેને બેલેન્સ કરીને કોઇપણ મહિલા કોઇપણ ક્ષેત્રમાં આગળ વધે તો સો ટકા તેને સફળતા મળે છે અને કોઇપણ મહિલા જો કોઈપણ ક્ષેત્રમાં આગળ જવા ઈચ્છતી હોય તો તેને શિક્ષણ કે પછી અન્ય કોઇપણ બાબત રોકી શક્તિ નથી તે હક્કિત છે. 


અડધા કચ્છના લોકોને રાતે પાણીએ રડાવનાર બાપ-બેટાને પોલીસે ઝડપી લીધો


ઘડિયાળ ઉદ્યોગમાં ધીમેધીમે આગળ વધી રહેલા અલ્કાબેનને પતિ અને પરિવારજનોની હુફ મળી હોવાથી તે આજે સ્ટીવન કવર્ટ્ઝ યુનિટમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સાંભળી રહ્યા છે. આટલું જ નહિ તેમના દ્વારા પરિવારના સભ્યની જેમ જ કંપનીના પ્રત્યેક કર્મચારી સાથે વર્તન કરવામાં આવતું હોવાથી આ કંપનીમાં કામ કરતા ટોપથી બોટમ સુધીના કર્મચારીઓને પણ કામ કરવાનો ઉત્સાહ વધે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube