અમદાવાદ રેલવે સ્ટેશન પર સામાન્ય મજુરી કરતા સાદ્દીકભાઇ શ્રમીકોની તરસ છીપાવે છે
કોરોનાની મહામારીમાં અનેક લોકો એવા છે જે રાત દિવસ જાતપાત કાંઇ પણ જોયા વગર માત્ર માનવતા મહેકાવી રહ્યા છે. કોરોનામાં પરેશાન લોકોની સતત મદદ કરી રહ્યા છે. રાજ્યમાં ચોથા લોકડાઉનની શરૂઆત થઇ ચુકી છે. જેમાં મોટા પ્રમાણમાં શ્રમજીવીઓને તેમનાં વતન પરત મોકલવામાં આવી રહ્યા છે. તેવામાં આ શ્રમજીવીઓ રેલવે સ્ટેશ પર ખુબ જ પરેશાન થતા હોય છે. કેટલાક ઘણુ લાંબુ અંતર ચાલીને આવેલા હોય છે. કેટલાક વિવિધ પરવાનગીઓની દોડાદોડીમાં થાકેલા હોય છે. તેવામાં આ બળબળતા ઉનાળામાં માણસની પ્રાથમિક જરૂરિયાત હોય છે પાણી.
મૌલિક ધામેચા/અમદાવાદ : કોરોનાની મહામારીમાં અનેક લોકો એવા છે જે રાત દિવસ જાતપાત કાંઇ પણ જોયા વગર માત્ર માનવતા મહેકાવી રહ્યા છે. કોરોનામાં પરેશાન લોકોની સતત મદદ કરી રહ્યા છે. રાજ્યમાં ચોથા લોકડાઉનની શરૂઆત થઇ ચુકી છે. જેમાં મોટા પ્રમાણમાં શ્રમજીવીઓને તેમનાં વતન પરત મોકલવામાં આવી રહ્યા છે. તેવામાં આ શ્રમજીવીઓ રેલવે સ્ટેશ પર ખુબ જ પરેશાન થતા હોય છે. કેટલાક ઘણુ લાંબુ અંતર ચાલીને આવેલા હોય છે. કેટલાક વિવિધ પરવાનગીઓની દોડાદોડીમાં થાકેલા હોય છે. તેવામાં આ બળબળતા ઉનાળામાં માણસની પ્રાથમિક જરૂરિયાત હોય છે પાણી.
દીવ, દમણ અને હવેલીમાં કોરોનાના ટેસ્ટની કિંમત નિર્ધારિત, મનફાવે તેવા ભાવ નહી વસુલી શકાય
જે સ્ટેશન પર સરેરાશ રોજની 10 ટ્રેન ઉપડતી હોય આ ઉપરાંત સેંકડો સરકારી કર્મચારીઓની આવન જાવન હોય તેવા રેલવે સ્ટેશન પર પાણીની પરબ ખોલીને બેઠો છે એક વ્યક્તિ. ટ્રેનમાં પાણી પહોંચાડવાની એજન્સીમાં કામ કરતા આ સાદ્દીક ભાઇ નામનો વ્યક્તિને પોતાને રોજા હોય છે એટલે પોતે તો પાણી નથી પી શકતા પણ પસાર થતા તમામ યાત્રીઓની પ્યાસ તે જરૂર બુઝાવે છે.
લોન લેવા રાજકોટવાસીઓ કોરોના, ગરમી, સોશિયલ ડિસ્ટન્સિંગ બધુ જ ભૂલ્યા, 800થી વધુ ફોર્મ લેવા પહોંચ્યા
દરિયાપુરનાં રહેવાસી સાદ્દીકભાઇએ કહ્યું કે, આવી ગરમીમાં રોજા હોવાને કારણે તરસ તો મને પણ કુબ જ લાગે છે પણ હું પાણી નથી પી શકતો પરંતુ જે લોકોખુબ જ પરેશાન થઇને રેલવે સ્ટેશન આવ્યા છે તેઓ પાણી પીવે તો મને ઘણુ પુન્ય મળશે. સાદ્દીકભાઇ રોજની 15 હજાર જેટલી બોટલનું લોડિંગ અનલોડિંગનું કામ કરે છે. સામાન્ય પગારની નોકરી કરતા સાદ્દીકભાઇ હાલ પાણીની બોટલ પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. જોકે આ નોકરીની સાથે તેઓ સતત શ્રમીકોની સેવા પણ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર