• શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય અપાશે

  • શબરી ધામ ખાતે રાજ્ય કક્ષાના દશેરા મહોત્સવની થઇ શાનદાર ઉજવણી :

  • પ્રવાસન અને યાત્રા ધામોના વિકાસની નેમ સાથે ‘સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન સર્કિટ વિકસાવાશે 


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકાર અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થની યાત્રા કરનારા રાજ્યના આદિવાસી સમુદાયના સદસ્યોને 5 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ દીઠ આપવાનો નિર્ણય કર્યો છે. તેવી 'શબરી ધામ' ખાતેથી જાહેરાત કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશ મોદીએ કરી છે. સરકારે જણાવ્યું કે, અયોધ્યા જનારા દરેક આદિવાસી શ્રદ્ધાળુઓને સરકાર આ લાભ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ, આજથી પ્રવાસીઓ માટે સિંહદર્શન શરૂ કરાયું


ગુજરાતના પર્યટન મંત્રી પૂર્ણેશ મોદીએ શનિવારે આ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાત સરકાર અયોધ્યામાં રામ જન્મભૂમિની યાત્રા કરનારા દરેક આદિવાસી વ્યક્તિને 5000 રૂપિયાની સહાય આપશે. તેમણે કહ્યું કે, આદિવાસી સમાજ શબરી માતાના વંશજ છે. જેઓ 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામને મળ્યા હતા. શુક્રવારે આદિવાસી બહુમતી ધરાવતા ડાંગ જિલ્લાના સુબીર ગામમાં સ્થિત શબરી ધામમાં સંબોધનમાં તેમણે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ રકમ કૈલાશ માનસરોવર, સિંધુ દર્શન અને શ્રવણ તીર્થ યાત્રા માટે આપવામાં આવતી સમાન સહાયતા જેવી છે. 



વિજય રૂપાણી સરકારના રાજીનામા બાદ બીજેપીએ ગુજરાતમાં જે સરકાર બનાવી, તેમાં આદિવાસી સમુદાય પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. હાલ ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં ચાર આદિવાસી મંત્રી છે. આદિવાસી વોટ બેંકને લઈને માનવામાં આવે છે કે, તેના પર કોંગ્રેસની પકડ મજબૂત છે.