ઝી મીડિયા/બ્યૂરો :રામ જન્મભૂમિના શિલાન્યાસ કાર્યક્રમ માટે દરેક ભારતીય ખુશ છે. કોરોનાકાળમાં પહેલીવાર ભારતીય મોટા આ ખુશીની ક્ષણ આવી છે. સાથે જ આ એક ગર્વ લેવાની ઘટના પણ છે. તેથી લોકો અલગ અલગ રીતે તેની ઉજવણી કરી રહ્યાં છે. ગુજરાતભરમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં રામમંદિર (Ram Mandir) ભૂમિપુજન અવસરને પગલે ઉત્સવનો માહોલ જોવા મળ્યો. વિશ્વખ્યાત શ્રી બાલા હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ છે. બાલાહનુમાન મંદિરના પટાંગણમાં રામ ભક્તોએ ફટાકડા ફોડ્યા હતા. બાલા હનુમાન મંદિરે શ્રીરામ જય રામ જય જય રામની અખંડ રામધૂન બોલાવી હતી. તો સાથે જ બાલા હનુમાન મંદિર ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન પણ કરાયું હતું. ભગવાન શ્રીરામની ભક્તિમાં રામભક્તો લીન થતાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે. મહાનુભાવો દ્વારા કાર સેવકોનુ સન્માન પણ કરવામાં આવ્યું.


રામ મંદિરના ભૂમિ પૂજનથી સુરતના કારસેવક આજે ચા ન પીવાની બાધા પૂરી કરશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણામાં આયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન (Bhumi Pujan) ને લઈને મહેસાણામાં ખુશીનો માહોલ છવાયો છે. મહેસાણા ભાજપ કર્યાલય ખાતે આજે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આતશબાજી બાદ મોઢું મીઠું કરાવી ઉજવણી કરાઈ હતી. તો આ સાથે જ ભાજપના કાર્યકરો નગરસેવકો અને ચૂંટાયેલી પાંખે જય શ્રી રામના નાદ ગુંજાવ્યા હતા. મહેસાણાના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને આંનદીબેન પટેલ આ પૂજનમાં હાજર હોવાની ખુશી વ્યક્ત કરી હતી. 


રામ મંદિરના ભૂમિ પૂજન પ્રસંગે ગુજરાતભરમાં ઉત્સવનો માહોલ, મંદિરોમાં રામધૂન બોલાવી 


રામમંદિર ભૂમિપૂજનના સમયે અમરેલી પણ વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. અમરેલીમા વિહિપ કાર્યાલયનુ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. સંતો મહંતો અને નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. દિલીપ સંઘાણીએ શંખનાદ કરી આ ઐતિહાસિક ઘડીને વધાવી હતી. તો સાથે અમરેલીની અમર ડેરી ખાતે વૃક્ષારોપણ કરી રામ વન બનાવ્યું હતું. લોકોએ ફટાકડા ફોડી 'જય શ્રી રામ' ના નારા લગાવ્યા હતા. 


જામનગરમાં ઠેર ઠેર રામમંદિરના ભૂમિ પૂજનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પંચેશવર ટાવર પાસે આવેલા રામમંદિરમા મહાઆરતી કરાઈ હતી. વીએચપી, બજરંગદળ અને ભાજપ દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું. જેમાં જામનગરના મેયર તેમજ ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વીએચપી અને બજરંગદળના હોદ્દેદારો તેમજ લોહાણા અગ્રણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ‘શ્રી રામ જય રામ જય જય રામ’નો નાદ ઠેર ઠેર વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હતો. અયોધ્યાની ઐતિહાસિક ઘડીને વધાવવા રામભકતોમા થનગનાટ જોવા મળ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર