આયુષ્યમાનમાં ગરબડ ગોટાળા કરવામાં ગુજરાત નંબર વન, હોસ્પિટલોએ સરકારી તિજોરી ખંખેરી નાંખી
Ayushman Card Scam : ગુજરાતની 302 હોસ્પિટલોએ મળીને મોટાકાંડ સામે આવ્યા.... કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો... હોસ્પિટલોએ દર્દીની સંખ્યા વધારેલી બતાવીને આયુષ્યમાન યોજનામાં નાણાં વસૂલ્યા
Gujarat Scam : સરકારે લોકોની સુવિધા માટે આયુષ્યમાન યોજના લાગુ કરી હતી. પરંતુ હવે ગુજરાતની હોસ્પિટલો તેમાં મોટા ખેલ કરી રહી છે. આયુષ્યમાન યોજનામાં મોટા ગરબડ ગોટાળા કરવામાં દેશમાં ગુજરાત નંબર વન બન્યું છે. આયુષ્યમાનમાં મોટા ગરબડ ગોટાળા સામે આવ્યા છે. સરકારની તિજોરીમાંથી નાણાં પડાવવાના ખેલમાં ગુજરાતની એક-બે નહિ, પરંતું 302 હોસ્પિટલો સામેલ છે. જેઓએ દર્દીના મોત બાદ પણ મૃતદેહોની સારવાર કરીને નાણાંની ઉઘરાણી કરી છે.
ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના દર્દીઓ માટે સરકારમાં પીએમજેએવાય યોજના એટલે કે આયુષ્યમાન યોજના શરૂ કરાઈ છે. આ યોજનામાં હવે ચોંકાનારા ખુલાસા થઈ રહ્યાં છે. ગુજરાતમાં 13860 દર્દીઓ એવા હતા, જે પહેલાથી જ કોઈ હોસ્પિટલમાં દાખલ હતા, છતાં એ જ સમયગાળામાં તેઓ બીજા હોસ્પિટલમાં પણ દાખલ કરાયેલા બતાવાયા છે. એટલે કે, એક દર્દી એક હોસ્પિટલમાં હૃદયની સારવાર લઈ રહ્યો છે, તો એ જ દર્દી એ જ સમયગાળામાં બીજી હોસ્પિટલમાં કીડનીની સારવાર લઈ રહ્યો છે. આવુ કેવી રીતે બની શકે. પરંતું આવુ ગુજરાતમાં બન્યું છે.
પરિવાર અમદાવાદથી અંકલેશ્વર જતો હતો, આણંદ પાસે અકસ્માતમા સાસુ-વહુનું કમકમાટીભર્યુ મોત
ગુજરાતની 302 હોસ્પિટલોએ મળીને મોટાકાંડ કર્યાં છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ગુજરાત 21514 કેસમાં 13860 ફેક દર્દીઓ સાથે દેશભરમાં ટોચમાં છે. જેમાં 302 હોસ્પિટલના નામ સામેલ છે. જેઓએ દર્દીઓના ખોટા રિપોર્ટ બતાવ્યા છે.
જુલાઈ 2020 માં ડેટા એનાલિસીસ કરાયા હતા, જેમાં આ કૌભાંડ ખૂલ્યુ છે. કૌભાંડોનો ખેલ એટલા હતા કે, ગુજરાતમાં મૃત્યુ પામેલા દર્દીઓને પણ હોસ્પિટલમાં સારવાર લેતા બતાવાયા છે. દર્દીઓના મોત પછી પણ નવી સારવારના નામે નાણાં ચૂકતે કરાવાયા છે. ગુજરાકતમાં 47 મૃતકોની સારવારના દાવા રજૂ કરાયા છે.
બ્રેક બાદ ગુજરાતમા ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, 10 સપ્ટેમ્બર સુધીની નવી આગાહી આવી ગઈ
એટલુ જ નહિ, અનેક હોસ્પિટલમાં બેડની કેપેસિટી કરતા વધુ દર્દીઓને પણ દાખલ કરાયેલા બતાવાયા છે. ડેથ સમરી રિપોર્ટ અને મૃત્યુના ઓડિટ રિપોર્ટ વિના પણ હોસ્પિટલોને બારોબાર નાણાં ચૂકવવામાં આવ્યા છે. ગુજરાતમાં 1547 મોતના કિસ્સામાં કોઈ રિપોર્ટ જ મળ્યા નથી. તેમજ 1790 લાખથી વધુ રકમની હોસ્પિટલોની ચૂકવણી કરી દેવામા આવી છે.
અમેરિકામાં રહેતા ભારતીયો પર મોટું સંકટ, સાડા દસ લાખ લોકોને રિટર્ન થવાનો વારો આવશે