પરિવાર અમદાવાદથી અંકલેશ્વર જતો હતો, આણંદ પાસે અકસ્માતમાં સાસુ-વહુનું કમકમાટીભર્યુ મોત

Anand Accident : આણંદના બેડવા બ્રિજ નજીક એક્સપ્રેસ વે પર એક અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારી હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં કારનું પડીકુ વળી ગયુ 
 

પરિવાર અમદાવાદથી અંકલેશ્વર જતો હતો, આણંદ પાસે અકસ્માતમાં સાસુ-વહુનું કમકમાટીભર્યુ મોત

Janmashtami : આણંદના બેડવા નજીક એક્સપ્રેસ વે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જન્માષ્ટમીના દિવસે જ પરિવારની સાસુ-વહુને કાળ ભરખી ગયો. તો 10 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. અજાણ્યા કાર ચાલકે કારને ટક્કર મારી હતી, જેમાં આ અકસ્માત સર્જાયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનો પરિવાર અંકલેશ્વર જઈ રહ્યો હતો. પતિ, પત્ની, બાળક, ભાઈ અને માતા-પિતા સુરત જવા નીકળ્યા હતા. આણંદના બેડવા અને મોગર વચ્ચે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી.

જ્યાં આણંદના બેડવા બ્રિજ નજીક એક્સપ્રેસ વે પર એક અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારી હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં કારનું પડીકુ વળી ગયુ હતું. અજાણ્યા ટ્રક ચાલકે કારને પાછળથી ટક્કર મારી હતી અને ફરાર થઈ ગય હતો. આ અકસ્માતમાં બે નાં મોત થયા છે, તો ત્રણ લોકો ઘાયલ થયા છે. કારમાં સવાર સાસુ વહુના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તો 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 7, 2023

 

ઇજાગ્રસ્તોને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news