Baba Bageshwar Gujarat Visit: બાબા બાગેશ્વર ધામ સરકારના નામે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાત આવી રહ્યાં છે. તેમના ગુજરાત આગમન પહેલાંથી જ વિવાદોએ જોર પકડ્યું છે. રાજકોટમાં વિવાદ થયા બાદ હવે સુરતમાં પણ વધુ એક વિવાદ સામે આવ્યો છે. સુરતના કારખાને દારે બાબા બાગેશ્વર ધામ સરકારના ચમત્કાર સામે સવાલ ઉઠાવ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાગેશ્વર ધામ માં પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત માં દિવ્ય દરબાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાતની હીરા નગરી ગણાતા સુરત શહેરમાં બાબાના આગમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેમને આવકારવા માટે રાજકીય નેતાઓ પણ મેદાને આવ્યાં છે. ખુદ ભાજપના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલય પર આયોજકોની મીટીંગ કરવામાં આવી હતી.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલને આયોજન ટીમ આમંત્રણ આપવા જશે.


આયોજકો દ્વારા એવી જાણકારી આપવામાં આવી હતીકે, સુરતના કાર્યક્રમમાં દિવ્ય દરબાર સૌથી ભવ્ય હશે. તેના માટે તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. આ કાર્યક્રમમાં 1 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓ હાજરી આપશે તેવો દાવો પણ આયોજકો દ્વારા કરાયો છે. જોકે, આ કાર્યક્રમ પહેલાં જ હીરાના કારખાનેદારે બાબા બાગેશ્વર ધામ સરકાર સામે અને તેમના તથા કથિત ચમત્કારો સામે સવાલ ઉઠાવ્યાં છે. 


ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા નો ફેલાવો કરતા હોવાના કારખાને દારે આક્ષેપો કર્યા હતા. જો બાબા ચમત્કારી હોય તો હીરા ના બંધ પેકેટ માં કેટલા હીરા છે તે કહી બતાવે એવો આક્ષેપ કારખાનેદાર  જનક બાબરીયાએ કર્યો છે. ગુજરાતમાં રાજકોટ ,અમદાવાદ અને સુરતમાં આવેદન આપી કાર્યક્રમ બંધ રાખવા માંગ અપાશે. 26 અને 27 તારીખે સુરત મા જનક બાબરીયા અને તેમની ટિમ દિવ્ય દરબાર નો વિરોધ કરશે. જો બાબા ચમત્કારી હોય તો હીરા ના બંધ પેકેટ માં કેટલા હીરા છે તે કહી બતાવે તેવી પ્રતિક્રિયા કારખાનેદાર જનક બાબરીયા આપી હતી.


સમગ્ર મામલે પ્રક્રિયા આપતા ભાજપના લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતુંકે, દરેકને પોતાની વાત મુકવાનો અધિકાર છે. તેમણે કાર્યક્રમ અંગે વાત કરતા કહ્યુંકે, વિરોધ કરનારાઓને પણ કાર્યક્રમમાં સવાલ કરવાનો પ્રશ્ન પૂછવાનો મોકો આપવામાં આવશે.