બાબા બાગેશ્વરને પડકાર ફેંકનારને મળી ધમકી, આચાર્ય પ્રમોદે આપ્યો આ જવાબ
Bagheshwar Baba In Gujarat : રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર પહેલા વિવાદ... એક તરફ બાબાને પડકાર ફેંકાઈ રહ્યા છે, તો બીજી તરફ પડકાર ફેંકનારાને ધમકી મળી રહી છે
Dhirendra Shastri : આખા ગુજરાતમાં આજકાલ એક જ નામ ચર્ચામાં છે. બાગેશ્વર બાબા, બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીની ચર્ચા પહેલાં તો માત્ર અન્ય રાજ્યોમાં જ થતી પરંતુ, હવે આ નામ ગુજરાતમાં પણ સંભળાવવા લાગ્યું છે. જી હાં, આગામી દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં ત્રણ શહેરોમાં કાર્યક્રમ થવાના છે. જેને લઈને ગુજરાતમાં અત્યારથી જ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. એક તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન થઈ રહ્યું છે તો બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ પણ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને એક બાદ એક પડકાર મળી રહ્યા છે. પરંતુ આ વચ્ચે પડકાર ફેંકનારને ધમકી પણ મળી રહી છએ.
પુરશોત્તમ પીપળિયાએ સૌથી પહેલાં બાબાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો
ગુજરાતમાં ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રીના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ વિવાદ પણ શરૂ થઈ ગયો છે.. રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના CEO પુરશોત્તમ પીપળિયાએ સૌથી પહેલાં બાબાને ખુલ્લો પડકાર ફેંક્યો.. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને બાગેશ્વર બાબાને કેટલાક સવાલ કર્યા.. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે, બાબા પાસે જો દિવ્ય શક્તિ હોય તો એ જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે. પરંતું રાજકોટના સહકારી આગેવાન અને આરસીસી બેંકની સીઇઓ પરષોતમ પીપલીયા ધમકી મળી છે. ગઇકાલે તેઓએ બાગેશ્વર બાબાને ડ્રગ્સ ક્યાથી આવે છે અને કોણ મંગાવે છે તે જાણવા માટે સોશિયલ મીડીયા પર પોસ્ટ કરી હતી.
આ ગુજરાતી ખેડૂતના વખાણ કરો એટલા ઓછા, એવુ કામ કર્યું કે ચારેતરફથી કમાણી કમાણી થાય છે
ધમકી અંગે બાગેશ્વર ધામમાંથી નિવેદન આવ્યું
ત્યારે પરષોત્તમ પીપલીયાને મળેલી ધમકી વિશે બાબા બાગેશ્વર ધામના આચાર્ય પ્રમોદે જણાવ્યું કે, લેખિતમાં ફરિયાદ હોય તો કહેજો, સોશિયલ મીડિયામાં કોઈપણ કાંઈ પણ કહે છે. રાજકોટના પરસોત્તમ ભાઈને ધમકી મળી હોય તો પોલીસની તેઓ મદદ લે, પણ આવી ધમકીઓ મામલે અમને કોઈ માહિતી નથી. જેને ચેલેન્જ આપવી હોય એ દરબારમાં આવે. રાજકીય કામ રાજકીય રીતે થાય. બાબા જાદુગર, મદારી કે તાંત્રિક નથી, એ આપણા જેવા જ સામાન્ય માણસ છે, હનુમાનજીના દાસ છે. પટનામાં પણ તેઓએ મીડિયાકર્મી પાસેથી જેને લાવ્યા એમનો જવાબ આપ્યો છે.
ઉલ્લેથનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી.. ઉર્ફે બાગેશ્વર બાબા.. બિહારની રાજધાની પટનામાં બાગેશ્વર બાબાનું આ નિવેદન ખૂબ ચર્ચામાં છે. હવે મોટી વાત એ છેકે આગામી સમયમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પણ કંઈક આ પ્રકારનું પ્રવચન આપશે.. કેમ કે, બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર માટે ગુજરાતમાં પણ સ્ટેજ તૈયાર થઈ ગયા છે. ગુજરાતના ત્રણ શહેરોમાં બાગેશ્વર બાબા ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર યોજશે.. જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. 26 અને 27 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્ય દરબાર યોજાશે. જ્યારે 29 અને 30મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર યોજશે. આ સિવાય રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ દિવ્ય દરબાર યોજાશે. દિવ્ય દરબારની સાથે સાથે ત્રણેય શહેરોમાં રોડ શોનું પણ આયોજન છે.
બાપ છે કે રાક્ષસ : સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય તે માટે સાંકળથી બાંધી
એટલે કે, ગુજરાતમાં ત્રણ શહેરોમાં બાબા દિવ્ય દરબાર યોજશે.. જેને લઈને તૈયારીઓ પણ અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે. સૌથી પહેલાં સુરતની વાત કરીએ તો સુરતમાં લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર યોજાશે.. જ્યાં 2 દિવસમાં 2 લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા છે.. ગ્રાઉન્ડમાં 5 સ્ટેજ, 30થી વધુ LED પણ લગાવવામાં આવશે. તો બીજી તરફ અમદાવાદના ઘાટલોડિયામાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.. જ્યાં બાગેશ્વર બાબા 29 અને 30 મેના રોજ હાજરી આપશે. અને અંતમાં રાજકોટના રેસકોર્ષ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
રાજકોટના કાર્યક્રમને લઈને ન માત્ર પુરશોત્તમ પીપળિયા પરંતુ વિજ્ઞાનજાથાએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે મોરચો માંડ્યો. વિજ્ઞાનજાથા પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કાર્યક્રમનો વિરોધ કરશે. તો બીજી તરફ સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે જેમાં કાર્યક્રમને મંજૂરી ન આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
કર્ણાટકની કારમી હારથી ડર્યું ભાજપ, ગુજરાતમાં કર્ણાટકવાળી ન થાય તે માટે નવી રણનીતિ બન
ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હંમેશાથી વિવાદમાં રહે છે.. ત્યારે ગુજરાતમાં પણ તેમના દિવ્ય દરબારને લઈને વિરોધ અને સમર્થન એમ બેવડું વલણ જોવા મળે છે. પરંતુ, મોટી વાત એ છેકે ગુજરાતના ત્રણ શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે અને પોસ્ટર અને પત્રિકાઓ સાથે દિવ્ય દરબાર માટે આયોજકો ઉત્સાહિત છે. જોકે, જોવું એ રહ્યું કે, વિરોધ અને સમર્થન વચ્ચે બાગેશ્વર બાબા ઉર્ફે ધીરન્દ્ર શાસ્ત્રી પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરી શકે છે કે નહીં.