બાપ છે કે રાક્ષસ : સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય તે માટે સાંકળથી બાંધી

Father Daughter : બનાસકાંઠાના એક ગામમાં માતાપિતાએ પોતાની જ દીકરીને સાંકળથી બાંધી રાખી, 181ની ટીમે ઘરે પહોંચી મુક્ત કરાવી
 

બાપ છે કે રાક્ષસ : સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય તે માટે સાંકળથી બાંધી

Banaskantha News : ભણેલુ ગણેલું ગુજરાત હજી પણ અંધશ્રદ્ધામાં જીવે છે. હજી પણ ગામડામાં લોકો ભગવાન કરતા વધુ વિશ્વાસ ભુવા પર રાખે છે. ભુવો કહે એમ કરવા તૈયાર થાય છે. આજે પણ લોકો ઘરનુ કોઈ સદસ્ય માંદુ પડે તો તેને ડોક્ટર પાસે લઈ જવાને બદલે ભુવા પાસે લઈ જાય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં એક પિતાએ રાક્ષસ જેવુ કામ કર્યું. પિતાએ પોતાની દીકરીને સાંકળથી બાંધી રાખી હતી. સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય તેથી તેને સાંકળની બેડીથી બાંધી રાખી હતી. આ વાતની જાણ 181 અભયમની ટીમને થતા તેઓએ પિતાને સમજાવ્યા હતા, અને દીકરીને મુક્ત કરી હતી. 

બનાસકાંઠાના ધાનેરામાં 181 અભયમ ટીમને એક અજાણ્યા શખેસ ફોન કરીને જણાવ્યું હતું કે, એક દીકરીને તેના માતા પિતાએ સાંકળથી બાંધીને રાખી છે. જેથી 181 ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેઓએ જોયુ તો દીકરી ખરેખર સાંકળથી બાંધેલી હતી. જેથી અભયમની ટીમે પહેલા તો તેને છોડાવી હતી, અને બાદમાં માતા પિતાનું કાઉન્સિલિંગ કરી તેમને સમજાવ્યા હતા. 

દીકરી સાથે આવુ કેમ કર્યુ તે વિશે દીકરીએ જણાવ્યુ કે, અંધશ્રદ્ધાના લીધે અને મારી સગાઈ જ્યાં કરેલ છે ત્યાં પૈસાની લેવડ દેવડ ના લીધે મારા માતા પિતાએ સાંકળથી મને બાંધેલ છે. તો માતાપિતાએ કારણ આપ્યુ કે, મારી દીકરીની સગાઈ થઈ ગઈ છે, પરંતુ તે કોઈ કારણોસર બે થી ત્રણ વાર ઘરેથી ભાગી ગઈ છે. તેથી અમે તેને ગૌચર વિસ્તારમાંથી શોધી લાવ્યા છીએ. એ ફરીથી ભાગી ના જાય એટલે અમે તેને સાંકળથી બાંધેલી છે. એટલુ જ નહિ, દીકરીને સાંકળને કારણે ફોલ્લા થયા તો માતાપિતા તેને ડોક્ટરને બદલે ભુવા પાસે લઈ ગયા હતા. 

આમ, અભયમની ટીમે બંનેની વાત સાંભળીને તેમને સમજાવ્યા હતા અને દીકરીને બેડામાંથી મુક્ત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news