લીલાદુષ્કાળથી મહીસાગરનાં ખેડૂતોની કફોડી સ્થિતી, બહેરૂ તંત્ર સાંભળવા તૈયાર નહી
જિલ્લામાં સતત વરસાદના કારણે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને પગલે પાક પાણી પાણી થઇ જતા ખેડૂતોનો ઉભો પાક કોહવાઇ ગયો છે.
મહીસાગર : જિલ્લામાં સતત વરસાદના કારણે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને પગલે પાક પાણી પાણી થઇ જતા ખેડૂતોનો ઉભો પાક કોહવાઇ ગયો છે. જેથી ખેડૂતોને માથે હાથ દઈ ને રોવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સીઝનનો કુલ 139 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે લીલા દુષ્કાળની સ્થિતી સર્જાઇ છે. સરકાર પ્રત્યક્ષ રીતે નથી સ્વિકારી રહી પરંતુ પરોક્ષ રીતે તમામ નેતાઓ માને છે કે સ્થિતી લીલા દુષ્કાળ જેવી પેદા થઇ છે.
સ્લોથ રીંછ, ગોલ્ડન શિયાળ સહિત વિશ્વનાં અલભ્ય પ્રાણીઓ બનશે સક્કરબાગની શાન
મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું છે. સતત વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકમાં અતિશય પાણી ઘૂસી જવાથી ઉભો તૈયાર થયેલો પાક કોહવાઇ ગયો છે. ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ અને ખાતર પાછળ કરેલ ખર્ચ અને કરેલી મહેનત નિષ્ફળ જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ડાંગર કપાસ બાજરી જેવા ઉભા તૈયાર પાકને નુકસાન થતા ખેડૂતો મુંજવણમાં મુકાયા છે, ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન કરેલી ખેતી નિષ્ફળ નીવડી છે. પાક વીમો પણ મળતો નથી. અનેક રજૂઆતો પણ અધિકારીઓને ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જો કે તંત્રના અધિકારીઓ સુધી ખેડૂતની વાતો નથી પહોંચી રહી. નેતાઓ માત્રને માત્ર વોટ લેવા જ આવે છે, પરંતુ ખેડૂતો નો ઉભો પાક બળી જવાની રજૂઆત કોઈ સાંભળતું નથી. જેથી હાલ તો ખેડૂતો જાયે તો જાએ કહા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ગુજરાત કોંગ્રેસનું માળખુ વિખેરાયુ: જુથવાદ અને અસંતોષનું ભુત ફરી ધુણશે?
ઇસ્લામ વિરુદ્ધ બોલનારની હત્યાનું પ્રાવધાન છે: કમલેશના હત્યારાઓની ATS સમક્ષ નફ્ફટાઇથી કબુલાત
મહીસાગર જિલ્લાના કેટલાક એવા ગામો છે કે કુદરતી હોનારત કહી શકાય એવા લીલા દુષ્કાળને કારણે અત્યંત કફોડી સ્થિતીમાં મુકાયા છે. પાકમાં અતિશય વરસાદના કારણે પાણી ઘૂસી જતા તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો છે ત્યારે હાલ તો ચોમાસુ પાક તો નિષ્ફળ ગયો છે પરંતુ શિયાળુ પાક કેવી રીતે કરવો પૈસા ક્યાંથી લાવવા તે મુંજવણ ખેડૂતો અનુભવી રહ્યા છે.