ઇસ્લામ વિરુદ્ધ બોલનારની હત્યાનું પ્રાવધાન છે: કમલેશના હત્યારાઓની ATS સમક્ષ નફ્ફટાઇથી કબુલાત
લખનઉના હિન્દૂ નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં સેલ્ફ મોટિવેશન થીયેરી સામે આવી છે. આરોપીઓએ કમલેશ તિવારીની હત્યાને " વાજીબ ઉલ્લ કત્લ ગણાવ્યું છે "
Trending Photos
ઉદય રંજન/ અમદાવાદ : લખનઉના હિન્દૂ નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં સેલ્ફ મોટિવેશન થીયેરી સામે આવી છે. આરોપીઓએ કમલેશ તિવારીની હત્યાને " વાજીબ ઉલ્લ કત્લ ગણાવ્યું છે " જો કે શું છે વાજીબ ઉલ્લ કત્લ અને આરોપીઓને ક્યાંથી મળી આ હત્યા કરવાની પ્રેરણા. આ ઉપરાંત તેમને કોણે હત્યા કરવા માટે ઉશ્કેર્યા અથવા ક્યાંથી હત્યાનુ ફંડ આવ્યું અને કઇ રીતે સમગ્ર ષડયંત્ર બન્યું અને કઇ રીતે હત્યાને તેના અંજામ સુધી પહોંચાડવામાં આવી તે અંગેનો સમગ્ર ઘટનાક્રમ ખુબ જ ચોંકાવનારો છે.
લખનઉના કમલેશ તિવારી હત્યા કેસમાં ગુજરાત એટીએસએ 5 આરોપીઓ ની ધરપકડ કરી લીધી છે. હત્યાનું આખું ષડયંત્ર ઘડનાર અને હત્યા કરનાર અશફાક અને માયુદીનની એટીએસએ ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં આ હત્યા કરવા પાછળનું કારણ શું છે એ જાણવું પહેલું અને જરૂરી હતું. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તમામ આરોપીઓએ કમલેશ તિવારીની હત્યા વાજીબ ઉલ્લ કત્લની થીયરીના આધારે કરી છે. મુસ્લિમ ધર્મ પુસ્તકમાં નોંધેલું છે કે જ્યારે મુસ્લિમ ધર્મ અને પૈગમ્બરને અંગે કોઈ અયોગ્ય ટિપ્પણી અથવા ઇસ્લામ વિરોધી ટિપ્પણી કરે છે ત્યારે એ વ્યક્તિની હત્યા કરવી વાજીબ (યોગ્ય) છે. જેના કારણે આરોપીઓએ પૈગમ્બર વિશે કથિત વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા કમલેશ તિવારીની હત્યા કરી હતી.
હત્યાના તમામ આરોપી પૈકી મૌસીન મૌલાના છે. જ્યારે મુસ્લિમ ધર્મના પુસ્તકમાં આ વાક્ય લખ્યું છે એ અંગેની માહિતી આપી હતી. આરોપીઓ આ વાજીબ ઉલ્લ કત્લની થિયરીના આધારે જ હત્યા કરી હોવાની વાત કબુલી રહ્યા છે. ત્યારે સવાલએ થઇ રહ્યો છે કે શું હક્કીકત માં મુસ્લિમ ધર્મ પુસ્તકમાં આવો કોઇ ઉલ્લેખ છે. જેમાં વાજીક કત્લનો ઉલ્લેખ હોય કે પછી મૌલવીઓ યુવાનોને ભડકાવી રહ્યા છે. આરોપીઓ વાજીબ ઉલ્લ કત્લની વાત લઈને અન્ય એક મૌલાનાને મળવા પણ ગયા હતા. જો કે તે મૌલાનાએ આવું કોઇ પગલુ નહી ભરવા માટે તેમને જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે