ગૌરવ પટેલ, અમદાવાદ: છેલ્લા પંદર દિવસથી રાજ્ય (Gujarat) માં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. શરૂઆતમાં સારો વરસાદ (Rain) હતો. પરંતુ વરસાદ ખેંચાતા ખેતરોમાં રહેલી ઉભી મોલાત હવે મુરજાવા લાગી છે. ખેડૂતો (Farmer) એ કરેલી મહેનત પાણીમાં જશે શરૂઆતમાં જિલ્લામાં વરસાદ સારો હતો પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ખેંચાતા કપાસ મગફળી અને અન્ય પાકો ધીમે ધીમે મૂંઝાવા લાગ્યા છે. મેઘરાજા કૃપા કરે તને વરસાદ આવે તો ખેતરોમાં રહેલી ઉભી મોલાત ને ફાયદો થશે. આ સમયે મગફળીને વરસાદની ખૂબ જ જરૂર હોય છે. ત્યારે જો હવે વરસાદ વધુ લંબાશે તો મગફળીના પાકને પણ નુકસાન થશે આમ અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોમાસા (Monsoon) ના બે રાઉન્ડ પુરા થયાં છતાં હજી 44 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી  450 મીમી વરસાદ થવો જોઇએ. ચાલુ ચોમાસામાં અત્યાર સુધી માત્ર 253 મીમી વરસાદ નોંધાયો છે.

Gujarat Assembly Election: વહેલી ચૂંટણી યોજાવાની વાત પર મુખ્યમંત્રીનું મોટું નિવેદન, જાણો ક્યારે યોજાશે ચૂંટણી?


અમદાવાદ (Ahmedabad) માં અગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત (South Gujarat) ના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા જણાઇ રહી છે. વરસાદ ન હોવાને કારણે ગરમીમાં  વધારો થયો છે. ઓગસ્ટના બીજા સપ્તાહમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. હજુ ગુજરાત માટે કોઇ સિસ્ટમ સક્રીય થઇ નથી. 


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લામાં થયો છે. છોટા ઉદેપુરમા 69 મિમિ, જેતપુર પાવીમાં 67 મિમિ, બોડેલીમાં 29 અને સંખેડામાં 8 મિમિ વરસાદ નોંધાયો છે. 


સમગ્ર રાજ્ય (Gujarat) માં ચાલુ સિઝનમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે મોટા ભાગના જિલ્લામાં હજુ છે માત્ર નહિવત વરસાદ વરસ્યો છે તો મોટા ભાગના તાલુકાઓમાં તો હજુ સુધી વાવણી લાયક વરસાદ થયો નથી. ત્યારે પાટણ જિલ્લાના નવ તાલુકામાં પણ નહિવત વરસાદ ન લઈ ઘરતી પુત્રો પર ઘેરાયા છે ચિતાના વાદળો જેથી ખેડૂતો મેઘરાજા ની પધરામણી ની રાહ જોઈ બેઠો છે સાથે જિલ્લાનો ખેડૂત સતત ચાર ચાર વર્ષ થી કુદરત સામે જજીમી રહ્યો છે.

Vadodara: તબીબોની હડતાળના લીધે રક્ષાબંધન પહેલાં બહેને ગુમાવ્યો એકનો એક ભાઇ


ભાવનગર (Bhavnagr) જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ કપાસ, મગફળી, બાજરી, તલ જેવા ખરીફ પાકોનું વાવેતર કર્યું હતું. તો અનેક ખેડૂતોએ પોતાની વાડીમાં શાકભાજીનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા દોઢ માસથી વરસાદ ખેંચાઇ રહ્યો છે તો બીજી બાજુ વાવાઝોડા બાદ હજુ પણ વીજ વિભાગ દ્વારા નબળી કામગીરીના કારણે ખેડૂતોના ખેત જોડાણો પૂર્વવત નહિ થતાં લાઈટના ધાંધિયાથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. 


બીજી બાજુ સતત વાદળછાયા વાતાવરણ ના કારણે પાક ને પૂરતો સૂર્યપ્રકાશ નહિ મળતાં અનેક પ્રકાર ના રોગો પાકમાં નુકશાન પહોચાડી રહ્યા છે, ખેડૂતોએ ખર્ચો કરી વાવેલા મોંઘાભાવના બિયારણો નિષ્ફળ જાય એવું શક્યતા ને લઈને ખેડૂત મુંજાઈ રહ્યો છે. ત્યારે પાકને બચાવવા પૂરતા પ્રમાં માં વીજ પુરવઠો મળી રહે એવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. તેમજ પાકમાં થઈ રહેલા નુકશાનને લઈને ખેડૂતો સરકાર પાસે યોગ્ય સહાય ની પણ માંગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube