ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો આગામી સમયમાં 76 ના સ્તર પર ગગડે તેની શક્યતા
ક્રુડ ઓઇલમાં ઘટાડો આવવાને કારણે શુક્રવારે 100 પૈસાની મજબૂતી સાથે 72.45 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. પરંતુ સોમવારે પણ તેમાં ફર્ક જોવા મળ્યો હતો.
મુંબઇ: ક્રુડ ઓઇલમાં ઘટાડો આવવાને કારણે શુક્રવારે 100 પૈસાની મજબૂતી સાથે 72.45 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. પરંતુ સોમવારે પણ તેમાં ફર્ક જોવા મળ્યો હતો.વિદેશી પૂજીના નિકાસથી સોમવારે રૂપિયો અંતર બેકિંગ મુદ્રા બજારમાં શરૂઆતના વ્યાપારમાં ડોલરની સરખામણીએ 34 પૈસા ઘટીને 72.79 રૂપિયા પર આવી ગયો હતો. મુદ્રા વેપારીઓએ કહ્યું કે આયતકારો તરફથી અમેરિકી ચલણની માંગ અને ધરેલૂ શેર બજારની શરૂઆતી ઘટાડાથી રૂપિય પર દબાણ વધી રહ્યું છે. આ સિવાય, અન્ય પ્રમુખ વિદેશી ચલણની સરખામણીએ ડોલરમાં મજબૂતીથી પણ રૂપિયા પર નકારાત્મક અસર દેખાઇ રહી છે. આ વચ્ચે બધા વચ્ચે રૂપિયા સાથે જોડાયેલો એક રીપોર્ટ ચિંતાનો વિષય બન્યો છે.
રિપોર્ટ અનુસાર આવનારા ત્રણ મહિનાઓમાં અમેરિકી ડોલરની સરખામણીએ 76ના સ્તર પર પહોંચી શકે છે. વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલના ભાવ ઉચા રહેવાની સાથે જ રૂપિયો પર દબાણ વધી રહ્યું છે. ગત દિવસોમાં ડોલરમાં થતી સતત મજબૂતી તેમજ વિદેશી રકમના પ્રવાહમાં ઘટાડો તથા ક્રુડ ઓઇલના ઉચા ભાવોને કારણે ચલણ 74 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર પહોચ્યો હતો. ચાલુ વર્ષેમાં રૂપિયા 15 ટકાથી પણ વધારે ટૂટ્યો છે.
વધુ વાંચો...3 વર્ષમાં સોનાની કિંમતમાં આવ્યો અધધધ ઉછાળો, જાણો આજે કયા ભાવે વેચાશે સોનું
સ્વિઝરલેન્ડની બ્રોકરેજ કંપની યુબીએસએ તેના રિપોર્ટમાં કહ્યું કે, એ માની લેવું જોઇએ કે વૈશ્વિક સ્તર પર ક્રુડ ઓઇલ પર તેના ઉંચા સ્તર પર રહે તો તે 80 ડોલરથી ઉપર રહેશે તો અનુમાન લગાવી શકાય તે આવનારા ત્રણ મહિનામાં ટૂટીને 76ના સ્તર પર પહોંચી શકે છે.
યુબીએસના વિશ્લેષક ગૌતમ ચાઓછરિયાએ કહ્યું કે વર્ષ 2013માં ડોલરની સરખામણીએ રૂપિયો ચાલુ વર્ષમાં 15 ટકા સુધી ટૂટ્યો છે. પરંતુ છતા પણ ઉતાર-ચડાવ વાળા ચલણના સમૂહથી બહાક છે. જ્યારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે બહારની મોર્ચે ખરેખર દબણ છે. પણ ગભરાવા જેવી કોઇ પણ વાત નથી.