ઝી બ્યુરો/અમદાવાદ: બાઘેશ્વર ધામવાળા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીય દવાની ના પાડતા દવા બંધ કરાઈ અને બાળકની તબિયત સિરિયસ થઈ ગઈ છે. આ ગંભીર આક્ષેપ કર્યો છે રાજકોટના એક પરિવારે...બાઘેશ્વર વાળા બાબા રાજકોટ આવે તે પહેલાં જ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક છોકરો અચાનક કઈ રીતે બની ગયો હાઈપ્રોફાઈલ બાગેશ્વર સરકાર? જાણો કેવી છે લાઈફસ્ટાઈલ


રાજકોટમાં રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા વેપારી રમેશચંદ્ર વ્યાસ અને તેમના પરિવારો તેનો એ બાઘેશ્વર ધામ વાળા બાબા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ પરિવારજનો એ જણાવ્યું છે કે 23 એપ્રિલે રાજસ્થાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ગયા હતા. આંચકી આવતી હોવાથી રમેશચંદ્રના પત્ની દિવ્યાંગ બાળકને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે લઈ ગયા હતા. પરચીમાં લખ્યું હતું કે, બાળક સરખું થઈ જશે, દવા ફેંકી દો... 


ગરીબ હોય કે ધનવાન, બધાના સંતાનોના લગ્ન એક જ દિવસે એક જ માંડવામાં થાય


જોકે ત્યારબાદ આ પરિવાર રાજકોટ આવી ગયો હતો અને ફરી તેમને આચકી ઉપડી ગઇ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીંયા છેલ્લા 13 દિવસ કરતાં પણ વધુ સમયથી તેમની સારવાર ચાલી રહી આ બાળકની તબિયત વધારે લથડતા તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. હજુ પણ આ બાળકની તબિયત સીરિયસ હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. 


બાબા બાગેશ્વર કેવી રીતે જાણે છે મનની વાત, બાબાના દરબારમાં અરજી લગાવવી હોય તો આ જાણો


સાથે જ તેમણે કહ્યું હતું કે જો આ બાળકને બાબા બાગેશ્વર પાસે લઈ જવાના બદલે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોત તો તેમની તબિયત કદાચ આટલી ખરાબ ન થઈ હોત. જે બાળકની તબિયત ખરાબ થઈ છે તેમની ઉંમર હાલ 14 વર્ષની છે અને તેમને અગાઉ અનેક વખત આજકીઓ ઉપડી ગઈ હતી. બાળકની આ ખરાબ પરિસ્થિતિના કારણે તેમના પરિવારજનોને સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી હતી કે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લેવાથી તેમના બાળકને રોગમાંથી મુક્તિ મળશે.