કેવું હશે માં બહુચરજીનું નવું ધામ? 80 કરોડના ખર્ચે થઈ રહ્યો છે વિકાસ, CMના હસ્તે ખાતમુહૂર્ત
શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિર બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હત કરાયું. પ્રથમ તબક્કામાં રૂપિયા 80 કરોડના ખર્ચે 86.1 ફૂટના નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
ઝી બ્યુરો/મહેસાણા: યાત્રાધામ બહુચરાજી. જેમાં બહુચરના ભક્તોના આસ્થાનું ધામ છે. હવે આ જ યાત્રાધામનો 80 કરોડના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે. ત્યારે કેવું હશે માં બહુચરજીનું નવું ધામ. માં બહુચરના ભક્તોના આસ્થાનું ધામ એટલે બહુચરાજી. હવે ગુજરાતના ભૂપેન્દ્ર પટેલની સરકારે શક્તિપીઠ બહુચરાજી મંદિરનો વિકાસ કરવાનું બીડું ઝડપ્યું છે. શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિર બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હત કરાયું. પ્રથમ તબક્કામાં રૂપિયા 80 કરોડના ખર્ચે 86.1 ફૂટના નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
'ચક્કર ચડે' તેવી આગાહી! ગુજરાતના આ વિસ્તારો માટે જાહેર કરાયુ એલર્ટ! આ રાઉન્ડ છે ભારે
શક્તિપીઠ બહુચરાજીમાં અંદાજે 15 વર્ષ પૂર્વ બનેલ મંદિરની હાઈટને લઈ લોકોની આસ્થા દુભાઈ હતી અને મંદિરની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉભા થયા હતા. ત્યારે હવે બંસી પહાડના લાલ પથ્થરથી નવીન મંદિર બનાવવાની શરૂઆત થઈ છે. પ્રથમ ફેજમાં રૂ 80 કરોડના ખર્ચે મંદિર નિર્માણ કાર્ય ચાલુ થયુ છે ત્યારે તબક્કાવાર વિકાસની કામગીરી હાથ ધરાશે. ઘણા વર્ષોથી બહુચરાજી મંદિરને નવીન બનાવવાની લોકમાંગ હતી. ત્યારે હવે બહુચરાજી મંદિરનો સોમનાથ, દ્વારકા અને પાવાગઢની જેમ વિકાસ થતાં ભક્તોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ગુજરાત સરકારનો અનોખો પ્રયાસ! યુવાનો માટે ‘કાફેમાં કવિતા’ કાર્યક્રમ ચલાવશે, જાણો કેમ
કેવું હશે મંદિર?
રાજ્ય સરકારે આ મંદિરના નિર્માણના પ્રથમ તબક્કા માટે 801 કરોડ ફાળવ્યા છે. હાલના મંદિરનું રિનોવેશન કરીને શિખરની ઊંચાઈ 86 ફિટ 1 ઇંચ કરવાની ગણતરી છે. પહેલા તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ ક્રમશઃ બીજા અને ત્રીજા તબક્કાનાં કામો શરૂ કરવામાં આવશે. જેમાં મંદિર સિવાય આસપાસનું પરિસર પણ અત્યાધુનિક ઢબે વિકસાવવામાં આવશે. પાવાગઢ, અંબાજી, સોમનાથ અને દ્વારકાની જેમ જ આ મંદિરનો પણ ભવ્ય વિકાસ કરવામાં આવશે.
ખાખી વર્દીમા રાંદેર પોલીસનું માનવતાવાદી રૂપ! કર્યું એવું કામ કે લોકો બોલ્યા સલામ બોસ