બળદેવજી ઠાકોરના અલ્પેશ ઠાકોર માટે તીણા વેણ, ‘મારા વેવાઈના દીકરાને મારાથી વધારે કોઈ ના ઓળખે’
વિધાનસભા પેટાચૂંટણી પહેલા ખરાખરીનો જંગ જામ્યો છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં છે. આવતીકાલે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે રાધનપુર પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ઘના એક બાદ એક વાયરલ થયેલા વીડિયોએ રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. હાલ અલ્પેશ ઠાકોર વિરુદ્ધનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કર્યા હતા.
પ્રેમલ ત્રિવેદી/પાટણ :વિધાનસભા પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) પહેલા ખરાખરીનો જંગ જામ્યો છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં છે. આવતીકાલે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે રાધનપુર (Radhanpur) પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) વિરુદ્ઘના એક બાદ એક વાયરલ થયેલા વીડિયો (Viral Video) એ રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. હાલ અલ્પેશ ઠાકોર વિરુદ્ધનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરે (Baldevji Thakor) અલ્પેશ ઠાકોર વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કર્યા હતા.
અમદાવાદ : દર્દીઓની સારવાર કરતા કરતા ડોક્ટરો ડેન્ગ્યુની ઝપેટમાં
રાધનપુરના લોદરા ગામમાં યોજેયાલી સભામાં કોંગ્રેસના નેતા અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર સમાજના નામે રૂપિયા લઈ વેચાઈ જઈને સમાજ સાથે ગદારી કર્યાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘મારા વેવાઈના દીકરાને મારાથી વધારે કોઈના ઓળખે. અલ્પેશ ઠાકોરે સમાજના નામે રૂપિયા લીધા છે. અલ્પેશ ઠાકોર વિરમગામ છોડી રાધનપુરની ભોળી પ્રજાને છેતરવા આવ્યો છે. વિરમગામ જિલ્લા પંચાયતની ચૂંટણી હારી રાધનપુરની પ્રજાને છેતરવા આવ્યો છે. ‘અહીં કોંગ્રેસવાળા સાંભળતા નથી’ તેમ કહેતા, તો ભાજપમાં 5 ટિકિટ તો અપાવજો. ભાજપમાં ઈચ્છા પડે તેમ તો કરજો તો સાચા.
વિશેષ : મોરબી હોનારત બાદ આ મંદિરની કૂઈમાંથી સમગ્ર મોરબીવાસીઓએ પાણી પીધું હતું
તેમણે એમ પણ કહ્યું કે, પાંચ વરસ માં 4 ચૂંટણી લાવશે. હવે ભાજપમાં ગયા પછી હવે એક વર્ષ બાદ કોંગ્રેસમાંથી, શિવસેના કે એનસીપીમાંથી ચૂંટણી લડશે. આમ, હાલ પેટાચૂંટણીના પ્રચારમાં બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ સામે તીખા વેણ વાપર્યા હતા. પોતાના નિવેદનોમાં તેમણે અલ્પેશ ઠાકોર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.
અગાઉ પણ કર્યા અલ્પેશ વિરુદ્ધ નિવેદન
આ પહેલા અરવલ્લીમાં યોજાયેલી સભામાં બળદેવજી ઠાકોરે ધવલસિંહ અને અલ્પેશ સામે આરોપ મૂક્યા હતા કે, ધવલસિંહ બિલ્ડરો સાથે બેસવા ભાજપમાં ગયા. મોટાઓ જોડે બેસવા નાનાઓને છોડી મૂક્યા. દારૂબંધીના નામે અલ્પેશ-ધવલસિંહની જોડીએ ત્રાસ ગુજાર્યો છે. ઠાકોર સમાજના 20 લાખ લોકો સાથે આ બંની ટોળકીએ છેતરપિંડી કરી છે. તેઓએ ધવલસિંહ સામે તોડપાણી કર્યાનો આક્ષેપ મૂક્યો હતો. તો સાથે જ સમાજના નામે વેપાર કરી સોદો કરી નાંખ્યો હોવાનો પણ આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારના દગાબાજ ધારાસભ્યને દૂર કરો. મર્સીડિસમાં ફરતા નેતા મતદારોને ઓળખતા નથી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :