વડોદરામાં કમ્યુનિટી કિચન પર પ્રતિબંધ, સામાજિક સંસ્થાઓ કિટ બનાવી તંત્રને આપી શકશે
કોરોના વાયરસના લોકડાઉન દરમિયાન વડોદરામાં ફૂડ પેકેટનું વિતરણ કરતા નાગરવાડાનાં એક નાગરિકનો કોરોના વાયરસ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો. ત્યાર બાદ તંત્ર દ્વારા તમામ સામાજિક સંસ્થાઓની સેવા પર પ્રતિબંદ લાદી દેવામાં આવ્યો છે. સામાજિક સંસ્થાઓ જો સેવા ચાલુ રાખવા માંગે તો કાચુ સીધુ આપી શકે છે. રેશનની કીટ બનાવીને તંત્રને આપી શકાશે અને તંત્ર જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવશે.
વડોદરા : કોરોના વાયરસના લોકડાઉન દરમિયાન વડોદરામાં ફૂડ પેકેટનું વિતરણ કરતા નાગરવાડાનાં એક નાગરિકનો કોરોના વાયરસ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો. ત્યાર બાદ તંત્ર દ્વારા તમામ સામાજિક સંસ્થાઓની સેવા પર પ્રતિબંદ લાદી દેવામાં આવ્યો છે. સામાજિક સંસ્થાઓ જો સેવા ચાલુ રાખવા માંગે તો કાચુ સીધુ આપી શકે છે. રેશનની કીટ બનાવીને તંત્રને આપી શકાશે અને તંત્ર જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવશે.
જમાતીઓ ફેલાવી રહ્યા છે કોરોના, મુસ્લિમ અને ગીચ વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે: જયંતિ રવિ
કોરોના વાયરસ માટે વડોદરામાં ખાસ નિયુક્ત કરાયેલા ડો. વિનોદ રાવે જણાવ્યું કે, કોરોના વાયરસના વ્યાપને અટકાવવા માટે કમ્યુનિટીકિચન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આજે રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલનાં અધ્યક્ષ સ્થાને સામાજિક સંસ્થાઓ પર મુકાયેલા પ્રતિબંધ બાબતે બેઠક મળી હતી. આ બેઠકમાં તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયને યથાવત્ત રાખવામાં આવ્યો હતો. સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું છે. તંત્ર સેવાભાવી સંસ્થાના કાર્યકરને સાથે રાખીને વિતરણ કરશે.
તમે હોસ્પિટલમાં કામ કરો છો તો કોરોના તો નથી થયો ને? ડોક્ટરને આવો સવાલ કરીને ઝઘડનારની સુરતમાં ધરપકડ
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, આજે મળેલી બેઠકમાં સાંસદ રંજના ભટ્ટ તેમજ તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. સામાજિક સંસ્થાઓની ફૂડ વિતરણની સેવા પર મુકાયેલા પ્રતિબંધને યથાવત્ત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા કોરોના વાયરસના વ્યાપને અટકાવવા માટે આ નિર્ણય લેવો જરૂરી હતો. કારણ કે નાગરવાડાનો જે વ્યક્તિ પોઝિટિવ આવ્યો તે વ્યક્તિ ફૂડ વિતરણ કરવા અને સેવા કરવા જતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube