જમાતીઓ ફેલાવી રહ્યા છે કોરોના, મુસ્લિમ અને ગીચ વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે: જયંતિ રવિ

ગુજરાતનાં અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી.  ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ન તો લોકડાઉનનું પણ પાલન યોગ્ય રીતે થાય છે ન તો કોઇ પણ પ્રકારનાં નિયમોનું જેના કારણે હાલ આ વિસ્તારોમાં સંક્રમણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. લોકલ ટ્રાન્સમિશન મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. મુસ્લિમ વિસ્તારોમાં નિઝામુદ્દીન મરકઝનાં કારણે વધારે ચેપ ફેલાઇ રહ્યો છે. જેથી મુસ્લિમ આગેવાનોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ પોતાના સમાજનાં લોકોને સમજાવે. કોઇ પણ લક્ષણ દેખાય તો તુરંત તંત્રને જાણ કરે અને સારવાર માટે આગળ આવે. 
જમાતીઓ ફેલાવી રહ્યા છે કોરોના, મુસ્લિમ અને ગીચ વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે: જયંતિ રવિ

અમદાવાદ : ગુજરાતનાં અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી.  ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ન તો લોકડાઉનનું પણ પાલન યોગ્ય રીતે થાય છે ન તો કોઇ પણ પ્રકારનાં નિયમોનું જેના કારણે હાલ આ વિસ્તારોમાં સંક્રમણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. લોકલ ટ્રાન્સમિશન મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. મુસ્લિમ વિસ્તારોમાં નિઝામુદ્દીન મરકઝનાં કારણે વધારે ચેપ ફેલાઇ રહ્યો છે. જેથી મુસ્લિમ આગેવાનોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ પોતાના સમાજનાં લોકોને સમજાવે. કોઇ પણ લક્ષણ દેખાય તો તુરંત તંત્રને જાણ કરે અને સારવાર માટે આગળ આવે. 

આરોગ્ય અગ્રસચિવના અનુસાર આજનાં તમામ નવા કેસ મોટા ભાગના ગીચ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં ફેલાઇ રહ્યો છે. હવે વિદેશી હિસ્ટ્રી ન હોય તેવા લોકોમાં પણ આ રોગ ફેલાઇ રહ્યો છે. લોકલ ચેપનું પ્રમાણ વધ્યું છે. કોઇને પણ શ્વાસમાં તકલીફ હોય તો હળવાશથી ન લો.

16 નવા કેસમાંથી 11 માત્ર અમદાવાદના
રાજ્યમાં વધારે 16 નવા પોઝિટિવ  કેસ નોંધાયા છે. જેમાંથી 11 માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 12 દર્દીનાં મોત નિપજ્યાં છે. 21 દર્દીઓને રજા આપી દેવાઇ છે. જિલ્લા અનુસાર આંકડા જોઇએ તો અમદાવાદમાં 64 પોઝિટિવ અને 5ના મોત, સુરતમાં 17 પોઝિટિવ અને 2નાં મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ, ભાવનગરમાં 13 પોઝિટિવ 2નાં મોત, વડોદરામાં 10 પોઝિટિવ અને 1નું મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, પોરબંદરમાં 3 પોઝિટિવ, ગીર સોમનાથ 2 પોઝિટિવ, કચ્છ તથા મહેસાણામાં 2 પોઝિટિવ કેસ પાટણમાં 2, પંચમહાલમાં એક અને છોટાઉદેપુર તથાજામનગરમાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. 

રાજ્યમાં કુલ 2714 ટેસ્ટ કરવાયા છે. જેમાંથી 144 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે 2531 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. હજી 39 ટેસ્ટની રાહ જોવાઇ રહી છે. કુલ 144માંથી 110 કેસ સ્ટેબલ છે. 2 વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 14053લોકો ક્વોરોન્ટીન છે. જેમાં 12885 હોમ ક્વોરોન્ટીન છે.  269 ખાનગી ફેસિલિટીમાં ક્વોરોન્ટીન કરવામાં આવ્યા છે. જ્યારે 418 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news