અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મહિસાગર જિલ્લામાં વાધ દેખાયા હોવાની પૃષ્ટી કરાયા બાદ વન વિભાગે મહિસાગર વન વિભાગ દ્વારા વાઘના હોવાની પૃષ્ટી કરવા માટે વન વિભાગે નાઇટ વિઝન કેમેરા જંગલમાં ગોઠવવામાં આવ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લાના આ જંગલોમાં વન વિભાગ દ્વારા જંગલમાં જવા માટે સાવચેતીના ભાગરૂપે જંગલમાં લોકોને જવા માટેની ના પાડવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવચેતીના ભાગ રૂપે લુણાવાડામાંના પૂર્વ વિભાગના જંગલમાં તથા જે વિસ્તારમાં વાઘ દેખાયો તે વિસ્તારમાં વનવિભાગે 22 જેટલી ટીમો બનાવીને લુણાવાડા અને સંતરામપુર તાલુકાના વાઘ રહી શકે તેવા વિસ્તારને વનવિભાગ દ્વારા પ્રતિબંધિત વિસ્તાર લાગુ કરવામાં આવ્યું છે. આ અંગે છેલ્લા ચાર દિવસથી વન વિભાગ વાઘ અંગે જાણકરી મેળવવા માટે તપાસ કરી રહી છે.


મહીસાગરમાં વાઘ દેખાયાનો દાવો સાચો, વન વિભાગના કેમેરામાં ક્લિક થયો વાઘ, જુઓ Exclusive Photo


ત્યારે વન વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર તાજેતરમાં થયેલા મારણોને અનુલક્ષીને વન્ય પ્રાણીના અવરજવર વાળા વિસ્તારોમાં નાકાબંધી કરવાનો આદેશ આપાવમાં આવ્યું છે. વન વિભાગના કેમેરામાં કેદ થયેલા ફોટોગ્રાફ્સ બાદ ગુજરાતમાં પણ વાઘના વઘામણાં થયાનું નક્કી થયું છે. મહત્વનું છે, કે વન વિભાગ દ્વારા કોઇપણ માહિતી અને પુછપરછ માટે જાહેર કરેલ ટોલ ફ્રી નંબર 18002330054 પર જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.