મેઘરાજાને રીઝવવા બનાસ ડેરીએ કર્યો પર્જન્ય યજ્ઞ, 21 લાખ છોડ વાવેતરનો કર્યો સંકલ્પ
ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત લોકોની હાલત કફોડી બની છે. ત્યારે બનાસડેરી દ્વારા ડેરીના પરિસરમાં મેઘરાજાને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અને 21 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત લોકોની હાલત કફોડી બની છે. ત્યારે બનાસડેરી દ્વારા ડેરીના પરિસરમાં મેઘરાજાને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અને 21 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
બનાસકાંઠામાં આ વર્ષે વાવણી લાયક વરસાદ પણ ન પડતાં ખેડૂતો અને લોકોને મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે ત્યારે સારો વરસાદ વરસે તે માટે બનાસડેરી દ્વારા ડેરીના પરિસરમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સહિત ભજન કીર્તન સાથે મેઘરાજાને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું જ્યાં બનાસડેરીના તમામ ડિરેક્ટરોએ યજ્ઞમાં આહુતિ અર્પિ હતી.
ભિક્ષા માગી બે ટંકનો રોટલો ખાનારા માટે મદદરૂપ બનશે આ ‘માનવતાની દીવાલ’
જુઓ LIVE TV:
જોકે જિલ્લામાં વૃક્ષોની સંખ્યા વધે અને જિલ્લો હરિયાળો બને તે માટે બનાસડેરીના સભાસદો દ્વારા આગામી 25 જુલાઇથી 32 ઓગસ્ટ સુધી 21 લાખ જેટલા વૃક્ષો વાવવા માટેનો સંકલ્પ લીધો હતો. બનાસડેરીમાં પર્જન્ય યજ્ઞ સમયે ઉપસ્થિત રહેલા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું હતું કે, જિલ્લામાં આગામી 10 વર્ષોમાં જિલ્લામાં ફળાઉ અને ઇમારતી તેમજ અલગ અલગ વૃક્ષો જેમાં થી ઓક્સિજન વધારે મળે છે. તેવા 10 કરોડ વૃક્ષો અનેક સંસ્થાઓ સાથે મળીને વાવશું.