ભિક્ષા માગી બે ટંકનો રોટલો ખાનારા માટે મદદરૂપ બનશે આ ‘માનવતાની દીવાલ’
પાટણ શહેરમાં ઘર વિહોણા અને ભિક્ષા માંગી ગુજરાન ચલાવતા લોકોને કદાચ બે ટાઈમનું ભોજન તો મળી રહેતું હશે. પરંતુ અન્ય પાયાની જરૂરિયાત માટે તેમને દર દર ભટકવું એ તેમની મજબૂરી છે. અને આ મજબૂરીમાં તે કદાચ ખચકાટ પણ અનુભવતા હશે. ત્યારે આવા ઘર વિહોણા અને ભિક્ષા માંગી ગુજરાન કરતા લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખચકાટ વગર મેળવી શકે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસ થકી શહેરમાં એક માનવતાની દીવાલ બનાવવામાં આવી છે. જે લોકોનો સહારો બનવા પામી છે.
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ શહેરમાં ઘર વિહોણા અને ભિક્ષા માંગી ગુજરાન ચલાવતા લોકોને કદાચ બે ટાઈમનું ભોજન તો મળી રહેતું હશે. પરંતુ અન્ય પાયાની જરૂરિયાત માટે તેમને દર દર ભટકવું એ તેમની મજબૂરી છે. અને આ મજબૂરીમાં તે કદાચ ખચકાટ પણ અનુભવતા હશે. ત્યારે આવા ઘર વિહોણા અને ભિક્ષા માંગી ગુજરાન કરતા લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખચકાટ વગર મેળવી શકે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસ થકી શહેરમાં એક માનવતાની દીવાલ બનાવવામાં આવી છે. જે લોકોનો સહારો બનવા પામી છે.
પાટણ શહેરના રેલવે ગરનાળાના માર્ગ પર એક ખૂણામાં ‘માનવતાની દિવાલ’ ઉભી કરવામાં આવી છે. આ દિવાલ પર લટકેલુ એક પહેરણ પણ ઘર વિહોણા અને નિરાધાર લોકો માટે મહામુલ્ય બની રેહવા પામ્યું છે. આ દિવાલ પર રહેલ જરૂરી વસ્તુ લેવામાં લોકોને કોઈ ખચકાટ કે નીચાપણું મહેશુસ કરવું પડતું નથી. માટેજ આ દીવાલ સાચા અર્થમાં ‘માનવતા દીવાલ’ બની રહેવા પામી છે.
પાકિસ્તાન દ્વારા થયેલા ફાયરિંગમાં વડોદરાનો જવાન શહીદ થયો
જો તમારી પાસે વધારે હોય તો અહીં મુકી જાઓ અને જો તમારે જરૂરીયાત છે તો અહીંથી લઈ જાઓ. માનવતાની દિવાલ પર લખેલા આ સુત્રને પાટણની જનતાએ સુપેરે સાર્થક પણ કર્યું. ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકો ઘરમાં રહેલા બિનજરૂરી કપડા અને પગરખાં સહિતની વસ્તુઓ અહીં મુકી જાય છે. શિયાળામાં ધાબળા અને ઉનાળામાં પગરખા વગર દુષ્કર લાગતા દિવસોમાં અહીં મુકવામાં આવેલો સામાન જરૂરિયાતમંદ લોકોનો સહારો બનવા પામ્યો છે.
જુઓ LIVE TV:
શહેરના રસ્તાઓ પર ફરી ભિક્ષા માંગી ગુજરાન ચલાવતા લોકો કે જેમનો કોઈ ઘર-પરિવાર નથી, ભિક્ષા માંગી બે ટંકનો રોટલો તો કદાચ મળી રહેતો હશે પણ તે સિવાયની પ્રાથમિક જરૂરીયાતોનું શું...? શહેરના સુખી-સંપન્ન લોકો જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થઈ શકે તેવા પ્રયાસના ભાગરૂપે વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટર હસ્તે આ દિવાલ ખુલ્લી મુકવામાં આવી છે. દાન આપ્યાનો અહંકાર ન જન્મે અને દાન મેળવનારને પણ ઓશીયાળાપણું ન અનુભવાય તે માટેનો આ પ્રયાસ ખરેખર આવકારદાયક બનવા પામ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે