મગજ ચકરાવે ચડાવે તેવી ગુજરાતની ક્રાઈમ સ્ટોરી, વડગામમાં સળગેલી કાર કેસમાં આવ્યો નવો વળાંક
Murder Mystery : વડગામમાં સળગેલી કારમાં મળેલાં નરકંકાલમાં નવો વળાંક... એ કબરમાંથી કઢાયેલી લાશ ન હતી, હોટલના મજૂરની હત્યા કરાયાનો ઘટસ્ફોટ, સસ્પેન્સ ફિલ્મોને ગોથે ચડાવતો બનાવ
Banaskantha News બનાસકાંઠા : વડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલા માનવ કંકાલમાં નવો વળાંક આવ્યો છે. કારની અંદર સળગી ગયેલ માનવ કંકાલ વિરમપુરના રેવાભાઇ મોહનભાઇ ગામિતિનો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભગવાનસિંહ રાજપૂતે તેની હોટલમાં મજૂરી કામ માટે લાવેલા રેવાભાઇની હત્યા કરાવી તેના જ મૃતદેહને કાર સાથે સળગાવી દીધો હોવાનું ખૂલ્યું છે. પોતાની હોટલ પર લીધેલી લોનનો વીમો પાસ કરાવવા ભગવાનસિંહએ આખું તરખટ રચ્યું હતું. પોલીસે સમગ્ર કેસમાં 5 શખ્સોની અટકાયત કરી છે, પરંતુ મુખ્ય સૂત્રધારર ભગવાનસિંહ પોલીસ પકડથી દુર છે.
વડગામના ધનપુરા ગામની સીમમાં વહેલી સવારે એક કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હોવાનું તેમજ તે કારમાં સવાર ચાલક ભડથું થઈ ગયો હોવાની જાણ સ્થાનિકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ વડગામ પોલીસને જાણ કરી હતી જેને વડગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં આગ કોઈ કારણોસર લાગી કે કોઈએ આગ લગાવીને ચાલકનું મૃત્યુ નિપજાવ્યું તેને લઈને તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે કારની નંબર પ્લેટ ઉપર થી કારનો પાર્સિંગ નંબર GJ01 HJ 9718 મેળવીને તેની માલિક કોણ છે તેની તપાસ કરતા આ કાર થોડા સમય પહેલા વડગામના ઢેલાણા ગામના ભગવાન રાજપુતે ખરીદી હતી. જેથી આ કારમાં ભગવાન રાજપૂતનું સળગી જવાથી મોત નીપજ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું હતું. જેને લઈને પોલીસે કારમાં મળેલ બોડીને FSL અને DNA માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.
હજુ એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, જાન્યુઆરીની આ તારીખ નોંધી લો
કારમાં આગ લાગી અને તેમાં ચાલકનું મોત થયા બાદ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે જોકે સૂત્રો દ્વારા એવી માહિતી આવી કે ભગવાન રાજપુતે પોતાની હોટલ ઉપર કરોડોની લોન લીધી હતી અને તે માફ થઈ જાય તે માટે તેને આખું તરખટ રચ્યું હતું. તે માટે તેને પોતાના ગામ ઢેલાણા ગામના સ્માશાનમાં દાટેલી લાશ બહાર કાઢીને કારમાં રાખીને ધનપુરા ગામની સીમમાં જઈને કારને સળગાવી દીધી હતી.
ભગવાન રાજપુતે વીમા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ કોનો છે તેનો પણ ખુલાસો થઈ ગયો છે. કાર સળગી જવાની ઘટનાનું આખું કોકડું પોલીસે 24 કલાકમાં ઉકેલી દીધું. પરંતું હવે આ કેસમાં મોટા વળાંક આવી રહ્યાં છે.
કોની કોની સામે કેસ દાખલ કરાયો
પોલીસે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર (રાજપુત) રહે.ઢેલાણા, મહેશજી નરસંગજી મકવાણા રહે.ઢેલાણા, ભેમાજી ભીખાજી રાજપુત રહે.ઘોડીયાલ, સેધાજી ધેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર રહે.ઘોડીયાલ, દેવાભાઇ લલ્લુભાઇ ગમાર રહે.ખેરમાળ તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ,સુરેશભાઇ બાબુભાઇ બુંબડીયા રહે.વેકરી તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ સામે નોંધ્યો ગુનો. પોલીસે 5 શખ્સઓની અટકાયત કરી, પરંતું મુખ્ય સૂત્રધાર ભગવાનસિંહ પોલીસ પકડથી હજી પણ દૂર છે.
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત