બનાસકાંઠા : ચૌધરી પરિવારની ભૂમિનું યુરોપમાં બીમારીથી મોત, કોરોનાને લીધે માતાપિતા દીકરીનું મોઢુ નહિ જોઈ શકે
બનાસકાંઠાની વિદ્યાર્થીની ભૂમિ ચૌધરી યુરોપના આર્મેનિયા શહેરમાં રહેતી હતી. લાંબા સમયથી ગંભીર હાલતમાં હોસ્પિટલના બિછાને પડેલી ભૂમિ ચૌધરીનું આખરે નિધન થયું હતું. જિંદગી સાથે જંગ લડી રહેલી ભૂમિને વતન પરત લાવવા માટે તેના માતાપિતાએ અનેક પ્રયાસો કર્યા હતા, પણ લોકડાઉનને કારણે તમામ પ્રયાસો અસફળ રહ્યા હતા. ત્યારે હવે માતાપિતા વ્હાલસોયી દીકરીનું મોઢુ પણ નહિ જઈ શકે. કારણ કે, ભૂમિના અંતિમ સંસ્કાર પણ યુરોપમાં જ કરવામા આવશે. તેના મૃતદેહને ભારત લાવવામાં નહિ આવે.
અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાની વિદ્યાર્થીની ભૂમિ ચૌધરી યુરોપના આર્મેનિયા શહેરમાં રહેતી હતી. લાંબા સમયથી ગંભીર હાલતમાં હોસ્પિટલના બિછાને પડેલી ભૂમિ ચૌધરીનું આખરે નિધન થયું હતું. જિંદગી સાથે જંગ લડી રહેલી ભૂમિને વતન પરત લાવવા માટે તેના માતાપિતાએ અનેક પ્રયાસો કર્યા હતા, પણ લોકડાઉનને કારણે તમામ પ્રયાસો અસફળ રહ્યા હતા. ત્યારે હવે માતાપિતા વ્હાલસોયી દીકરીનું મોઢુ પણ નહિ જઈ શકે. કારણ કે, ભૂમિના અંતિમ સંસ્કાર પણ યુરોપમાં જ કરવામા આવશે. તેના મૃતદેહને ભારત લાવવામાં નહિ આવે.
આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ બેસશે, ગાંધીનગરમાં બેઠકમા એક્શન પ્લાન તૈયાર કરાયો
બનાસકાંઠામાં રહેતા નરસિંહભાઈ ચૌધરીની દીકરી ભૂમિ ચૌધરી યુરોપના આર્મેનિયામાં રહેતી હતી. વિદ્યાર્થીની ભૂમિ ચૌધરી ત્યાં કોઈ ગંભીર બીમારીમાં સપડાઈ હતી. ગંભીર બીમારીના કારણે તે છેલ્લા 19 દિવસથી આઇસીયુમાં દાખલ હતી. ભૂમિને મગજ, ફેફસા તેમજ કિડની પર મોટી અસર થઈ હતી. કોરોના વાયરસને કારણે યુરોપમાં પણ સ્થિતિ બગડેલી છે. ત્યારે ભૂમિને ભારત લાવવા માટે તેના માતા પિતાએ અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ કોરોના વાયરસને લઇ કોઈ પણ એરલાઇન્સ પાઇલોટ આવવા તૈયાર ન હતા. ભૂમિ ચૌધરીને ભારત લાવવા માટે તેના માતા પિતાએ ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર સામે સોશિયલ મીડિયા દ્વારા અનેક વિનંતી કરી હતી. યુરોપના ડોકટરોએ ભૂમિને એર એમ્બ્યુલન્સ મારફતે ભારત લઇ જવા જણાવ્યું હતું.
સરવે કરીને આખા અમદાવાદમાંથી 700થી વધુ સુપરસ્પ્રેડર શોધી કઢાયા
ભૂમિને ભારત પરત લાવવા માટે આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તા ભેમાભાઈ ચૌધરીએ પણ અનેક પ્રયાસો કર્યા હતા. તેઓએ મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રીને પત્ર લખીને નરસિંહભાઈની મદદ પણ કરી હતી. પરંતુ તમામ પ્રયાસો અસફળ નિવડ્યા હતા. આખરે ભૂમિએ યુરોપમાં દમ તોડયો હતો. ભૂમિના મોતના કારણે ચૌધરી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કોરોનાને કારણે પરિવાર હવે ભૂમિના અંતિમ દર્શન પણ કરી નહિ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર