પાલનપુર: રાજ્યમાં સતત છેલ્લા અઠવાડિયાથી અકસ્માતોની વણઝાર સર્જાઇ રહી છે. ત્યારે ફરી એકવાર બનાસકાંઠામાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ભાભર નજીક ખારા પાટીયા નજીક સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ભાભર નજીક ખારા ગામના પાટીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે, જેમાં બાઇક પર સવાર ત્રણ અને કારમાં સવાર ડ્રાઈવરનું મોત થયુ છે, જ્યારે બે લોકોને ઇજા પહોંચી છે. મૃતકમાં ત્રણ ખારા ગામના અને એક ડિસાનો વ્યક્તિ હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


મૃતકોની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે. જ્યારે ભાભર પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube