બનાસકાંઠા : સુરતમાં રાત્રીના સમયે ફૂટપાથ પર સુતેલા મજુરો પર ટ્રક ફરી વળ્યા બાદ બનાસકાંઠામાં પણ આવા જ પ્રકારનો ગમખ્વાર અકસ્માત થયો હતો. પાલનપુરમાં રાત્રીના સમયે રોડ સાઇડ પર સુતેલા મજુરો પર ડમ્પર ફરી વળતા એક મજુરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ મજૂરોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પાલનપુર શહેરમાં સિલ્વર બ્રિજ સ્કુલ પાસેના રોડની સાઇડમાં સુતેલા ચાર મજુરો પર બેકાબુ ડમ્પર ફરી વળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surat: મારામારીના આ દ્રશ્યો જોઇને થથરી જશો, શું ગુજરાતમાં મહિલાઓ આવું પણ કરી શકે?


દાંતા તાલુકાના રહેવાસી અને ગરીબ પરિવારનાં યુવકો મજુરી અર્થે પાલનપુરમાં મજુરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. દિવસ દરમિયાન મજુરી કર્યા બાદ મોડી રાત્રે હાઇવે પર આવેલી સિલવર બેઝ સ્કુલ પાસે રોડ સાઇડમાં આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન મોડી રાત્રે એક બેકાપુ ડમ્પર રોડ સાઇડ પર સુતેલા મજુરો પર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડમ્પર નીચે કચડાઇ જતા એક મજુરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ મજુરોને ગંભીર ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 


Surat: 63 વર્ષનો ખેડૂત શોધી રહ્યો છે સાતમી પત્ની, પત્નીની ઉંઘ થઇ હરામ


ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પાલનપુર પોલીસ આવી પહોંચી હતી. મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી. જ્યારે અકસ્માત બાદ ચાલક ડમ્પર મુકીને નાસી છુટ્યો હતો. જો કે આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ પ્રકારનાં અકસ્માતના પગલે દારૂબંધી સહિતનાં અનેક મુદ્દાઓ પર સવાલ ઉઠી રહ્યા છે. હાલ તો પોલીસે ડમ્પરનાં નંબરના આધારે ડ્રાઇવરને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. 


Surat: લાખોની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયા પિતા-પુત્ર, મુંબઇથી લાવ્યા હતા ડ્રગ્સ


ઇજાગ્રસ્તોના નામ
* રમેશ ભેરાભાઇ બેગડીયા (ઉ.વ18)
* સુનિલ રમેશભાઇ બેગડીયા (ઉ.વ18)
* સવજી બેગડીયા (ઉ.વ 25)


મૃતકનું નામ
મગન રત્નાભાઇ બેગડિયા (ઉ.વ27)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube