Surat: લાખોની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયા પિતા-પુત્ર, મુંબઇથી લાવ્યા હતા ડ્રગ્સ

સુરત (Surat) માં હજુ પણ ડ્રગ્સ મળી આવવાનો સીલસિલો યથાવત છે ત્યારે વધુ એક વખત ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) રેડ પાડી રૂપિયા 13.30 લાખની કિંમતના 133 ગ્રામ MD ડ્રગ્સ (MD Drugs) ના જથ્થા સાથે ડોબીવાલા પિતા-પુત્રને ઝડપી પાડ્યા છે. પિતા પુત્ર પાસેથી પોલીસે ડ્રગ્સની સાથે મોબાઈલ, લેપટોપ, રોકડ સહિતનો 13.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Surat: લાખોની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયા પિતા-પુત્ર, મુંબઇથી લાવ્યા હતા ડ્રગ્સ

ચેતન પટેલ, સુરત: સુરત (Surat) માં હજુ પણ ડ્રગ્સ મળી આવવાનો સીલસિલો યથાવત છે ત્યારે વધુ એક વખત ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) રેડ પાડી રૂપિયા 13.30 લાખની કિંમતના 133 ગ્રામ MD ડ્રગ્સ (MD Drugs) ના જથ્થા સાથે ડોબીવાલા પિતા-પુત્રને ઝડપી પાડ્યા છે. પિતા પુત્ર પાસેથી પોલીસે ડ્રગ્સની સાથે મોબાઈલ, લેપટોપ, રોકડ સહિતનો 13.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સુરત (Surat) માં પોલીસ દ્વારા નશાના કારોબાર પર લાલ આંખ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સોદાગરવાડમાં આવેલા એપાર્ટમેન્ટમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી રૂપિયા 13.30 લાખની કિંમતના 133 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે ડોબીવાલા પિતા-પુત્રને ઝડપી પાડ્યા છે.પિતા પુત્ર પાસેથી પોલીસે ડ્રગ્સની સાથે મોબાઈલ, લેપટોપ, રોકડ સહિતનો 13.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પિતા પુત્રની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો મુંબઈ (Mumbai) ના મહેદી પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરવામાં આવી છે. જેના આધારે ડ્રગ્સના સપ્લાયર મહેદીને વોન્ટેડ બતાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુમાં સુરત પોલીસ કમિશનરે કહ્યું કે, યુવાનોને અવળા રસ્તે ચડાવતાં આ ડ્રગ્સની બદી દૂર કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવતા અભિયાનને આગળ પણ ચાલું રાખવામાં આવશે.નશાનો કારોબાર કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહી.આમ મુંબઈ થી સુરત MD ડ્રગ્સ (MD Drugs) નો વેપાર કરવામાં આવે તે બાતમીના આધારે સોદાગરવાડ દાર-એ-ગની બિલ્ડિંગમાં વિભાગ-2માં રહેતા અબ્દુલદાદર અબ્દુલગની ડોબીવાલા અને તેનો પુત્ર ઉસ્માનગની ઉૅર્ફે સલમાન MD ડ્રગ્સ (MD Drugs) નો જથ્થો વેચાણ કરવા માટે લાગ્યો છે. જે બાતમીને વર્કઆઉટ કરી સાંજે રેડ પાડી હતી. જેમાં ઘરમાં તપાસ દરમિયાન કાળા અને આર્મી ડ્રેસના કલરવાળા બેગમાંથી રૂપિયા 13.30 લાખની કિંમતનો 133 ગ્રામ એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો, છુટક વેચાણ કરવા માટે લાવ્યો હતો જ્યારે છેલ્લા ઘણા સમયથી પિતા પુત્ર આ ડ્રગ્સ સુરતમાં લોકો માટે લાવતા હતા. વધુમાં થોડા સમય પહેલા પણ પોલીસે મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છતાં પણ કેટલાક ઈસમો આ MD ડ્રગ્સનો વેપાર કરી રહ્યા છે જેમાં ખાસ કરી ને સારા અને રૂપિયા વાળા ઘરના યુવકો આ ડ્રગ્સ ના રવાડે વધુ જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news