Gujarat New Disctrict : બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરીને નવા થરાદ જિલ્લાની જાહેરાત થતાં જ થરાદ જિલ્લામાં સામેલ કરાયેલા કાંકરેજ તાલુકાના લોકોએ શરૂ કરેલા વિરોધમાં હવે ભાજપના નેતા પણ જોડાયા છે. જી હા, થરા APMCના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા અણદાભાઈ પટેલે મુખ્યમંત્રી પત્ર લખીને રજૂઆત કરી છે તેમના તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. તેઓ નવા બનાવેલા થરાદ જિલ્લામાં જવા માગતા નથી. અણદાભાઈ પટેલે લખ્યું છે કે, કાંકરેજ તાલુકાના લોકોને થરાદ સુધી જવામાં 100 કિલોમીટરનું અંતર થઈ જાય છે. બેંક, ડેરી અને જિલ્લાની સંસ્થાઓ પાલનપુરમાં આવેલી હોવાથી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની રજૂઆત કરી છે. તેમણે મુખ્યમંત્રી લખેલા પત્રમાં લખ્યું છે કે બનાસકાંઠા જિલ્લો સારી નામના ધરાવે છે તેને નાનો કરીને થરાદ જિલ્લાને મોટો શા માટે બનાવવામાં આવી રહ્યો છે તે સમજણની બહાર છે. મહત્વનું છે કે ધાનેરા અને દિયોદર તાલુકાના લોકોએ પણ થરાદ જિલ્લામાં જવાની ના પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કાંકરેજ વિસ્તારને નવા વાવ -થરાદ જિલ્લામાં સમાવેશ કરતા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા સ્થાનિકો અને કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી માંગ કરી રહ્યા છે ત્યારે કાંકરેજ ભાજપના પીઠ નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવાત રાખવા માંગ કરી છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કાંકરેજ તાલુકાના ધનેરા અને રાનેરને થરાદ સુધી જવામાં 100 કિલોમીટરનું અંતર થાય છે, બેંક, ડેરી અને જિલ્લાની સંસ્થાઓ પાલનપુરમાં આવેલી હોવાથી કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ રાખવો જોઈએ.


ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત


કાંકરેજના ભાજપના નેતા અણદાભાઈએ કહ્યું કે આ જિલ્લાનું વિભાજન કરતા પહેલા અમારા કાંકરેજના કોઈ નેતા કે મારુ મંતવ્ય લેવાયું નથી અને નિર્ણય કરી દેવાયો છે. અમારા આ વિસ્તારના લોકોને થરાદ જવું ખૂબ જ અઘરું પડે છે. અમારી ઓળખ બનાસ નદીના કારણે છે. અમારો વ્યવહાર પાલનપુર સાથે છે, જેથી અમને મૂળ બનાસકાંઠામાં જ રાખવા જોઈએ. લોકોમાં આક્રોશ છે જેથી મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તો ગૃહમંત્રી અમિતશાહ અને પ્રધાનમંત્રીને પણ રજુઆત કરી છે. આ કોઈ રાજકીય રીતે ન જોઈ બીજા ભાજપના આગેવાનોએ પણ આગળ આવવું જોઈએ. જો અમને બનાસકાંઠામાં યથાવત ન રાખે તો પાટણ જિલ્લામાં સમાવેશ કરે પણ અમારે થરાદમાં જવું નથી. લોકોમાં રોષ છે અમે રજુઆત કરી છે અમને વિશ્વાસ છે કે અમારી માંગ જરૂર સ્વીકારશે. 


વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી