ઘરમાં ખાવા માટે અન્ન પણ ન હતું, છતાં બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ સંગીતથી પોતાનું નસીબ ચમકાવ્યું
Blind Brothers : આજે અમે આપને બનાસકાંઠા જિલ્લાના એવા બે સુરદાસ (પ્રજ્ઞાચક્ષુ)ભાઈઓને મળાવવા જઈ રહ્યા છીએ જે જન્મથી દ્રષ્ટિહિન છે, પરંતુ બંને ભાઈઓની કલાએ તેમનું જીવન બદલી નાખ્યું છે. બંને દ્રષ્ટિહિન ભાઈઓ સંગીતના લીધે પગભર બન્યા છે તેમજ સમગ્ર બનાસકાંઠા સહિત પાટણ જિલ્લામાં નામ ગુજતું કર્યું છે
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના બે સુરદાસ ભાઈઓનો સંગીત પ્રેમ તમને મંત્ર મુગ્ધ કરી દેશે. આ છે ડીસાના રસાણા ગામમાં રહેતા ભરતભાઈ અને વિનોદભાઈ. આ બંને ભાઈઓના સૂર સાંભળીને લોકો તેમના દીવાના બની જાય છે. બંને ભાઈઓ ટેપની કેસેટો સાંભળી, સીડી પ્લેયરોમાં તેમજ મોબાઇલમાં ગીતો સાંભળી સંગીત શીખ્યા. ધીમે ધીમે ભજન કીર્તન શીખ્યા, હારમોનિયમ વગાડતા શીખ્યા તેમ જ મોટો ભાઈ તબલા પણ વગાડતો થયો ગયો અને આખરે આજે સંગીત કલામાં બનાસકાંઠા જિલ્લા સહિત પાટણ જિલ્લામાં બંને પ્રજ્ઞાચક્ષુ ભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ભજન કીર્તન, લોક ડાયરા, માતાજીની રમેલ, રાસ ગરબા, ભજન સત્સંગ, જેવા પ્રોગ્રામ કરી બંને પગભર બન્યા છે.
ભગવાન જેને આંખો નથી આપતો તેમને એવી કળા આપે છે કે તે કળાના દીવાના તમામ લોકો બની જાય છે. ડીસાના રસાણા ગામમા રહેતા ભરત અને વિનોદ બંને ભાઈઓ જન્મથી જ અંધ છે. પરંતુ બંને ભાઈઓનો સૂર સાંભળીને લોકો તેમના દીવાના બની જાય છે. બનાસકાંઠા જિલ્લાના રસાણા નાના ગામના ઓધારજી રાણાજી વાણેચાના પરિવારમાં 3 દીકરા અને એક દીકરી છે. જેમાં મોટો દીકરો અને નાનો દીકરો જન્મથી જ્ દષ્ટિહિન હતા. ત્યારે તેમને ખુબજ દુઃખ થયું હતું. કારણકે તેમના ઘરની પરિસ્થિતિ ખુબજ ખરાબ હતી. છતાંય તેમની પરિવારે હિંમત હારી નહીં અને રાત દિવસ મહેનત મજૂરી કરી પોતાના દીકરાઓને ભણાવ્યા. પરંતુ મોટો દીકરો અને સૌથી નાનો દીકરો આંખે ન દેખતા હોવાથી તેમનું જીવન કેવી રીતે તે જીવશે તે દુઃખ સાથેના અફસોસ સાથે તેઓએ મહેનત કરી પોતાના બે પ્રજ્ઞાચક્ષુ દીકરાઓને ભણાવ્યા અને ભગવાને તેમને સંગીતની અનોખી કલા આપવાથી તે નાનપણથી જ સંગીતમાં ધીમે ધીમે આગળ વધવા લાગ્યા લોકોનો સાથ અને સહયોગ મળતો રહ્યો. આજે આ બંને પુત્ર ભજન કીર્તન લોક ડાયરો રાસ ગરબા માતાજીની રમેલ જેવા કાર્યક્રમોમાં જાય છે અને સારી એવી નામના મેળવી રહ્યા છે અને પોતાના પગ પર ઉભા થયા છે.
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બંને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓનું કહેવું છે કે, અમે દેખી નથી શકતા પણ સંગીતના સહારે જીવનની તમામ સપનાઓ પુરા કરી રહ્યા છીએ. અમે દેખી ન શકતા શુ કરીશું એ ચિંતા હતી પણ સંગીત અમારો સહારો બની છે.
બંને ભાઈઓ જન્મથી સુરદાસ હોવાથી તેમજ તેમના પરિવારની પરિસ્થિતિ ખુબજ ખરાબ હોવાથી રહેવા ઘર ન હતું ખાવા માટે અન્ન ન હતું. પરંતુ બંને ભાઈઓ મોટા થયા અને ધીમે ધીમે તેઓ સંગીત તરફ વળ્યાં. ટેપની કેસેટો સાંભળી, સીડી પ્લેયરોમાં તેમજ મોબાઇલમા ગીતો સાંભળી તેઓ સંગીત શીખ્યા. તે સંગીતની કલાથી ધીમે ધીમે ભજન કીર્તન શીખ્યા, હારમોનિયમ વગાડતા શીખ્યા તેમ જ મોટા ભાઈ તબલા પણ વગાડતા ગયા. આખરે આજે સંગીત કલામાં બનાસકાંઠા જિલ્લા સહિત પાટણ જિલ્લામાં બંને પ્રજ્ઞાચક્ષુ ભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ભજન કીર્તન, લોક ડાયરા, માતાજીની રમેલ, રાસ ગરબા, ભજન સત્સંગ, જેવા પ્રોગ્રામ કરી બંને અંધ ભાઈઓ પોતાના પગ પર ઉભા થયા છે. અને આત્મ નિર્ભર બનવાની સાથે સાથે પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે.
હવે નાપાસ વિદ્યાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે બદલ્યો નિયમ
સ્થાનિકો કહે છે કે, આ ભાઈઓ બાળપણથી દેખી નથી શકતા પણ તેમનુ સંગીત મંત્રમુગ્ધ કરી દેશે તેમના વગર અમારા ગામમાં કોઈ પોગ્રામ થતો નથી. તો પરિવારજનો કહે છે કે, અમારા પરિવારના આ બંને ભાઈઓ ખૂબ મહેનત કરીને આગળ આવ્યા છે એમના ઉપર અમને ગર્વ છે.
બંને ભાઈઓ દ્રષ્ટિ ન ધરાવતા હોવા છતાં જાતે જ ગીતો બનાવે છે અને તે ગીતોનુ જાતે જ મ્યુઝિક તૈયાર કરીને રિલીઝ પણ કરે છે. આ બંને ભાઈઓએ એક youtube ચેનલ બનાવી છે તેમાં બંને ભાઈઓના એમપીથ્રી સોંગ પણ છે. તે ઉપરાંત આ બંને ભાઈઓ દ્વારા વીર મહારાજની આરતીનો વીડિયો આલ્બમ પર બનાવ્યો છે. રાજ્ય સરકાર અથવા સામાજિક સંસ્થા દ્વારા આ બંને પ્રજ્ઞા ચક્ષુ ભાઈઓની મદદ કરવામાં આવે તો આ બંને ભાઈઓ સારા એવા કલાકાર બની શકે છે.
ગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશો