સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી

Surat Rain Update : હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય, પરંતુ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે સમગ્ર સુરત શહેરમાં જ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદે એન્ટ્રી કરી છે. વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત થઈ છે. છેલ્લા ઘણા સમયથી આકારી ગરમી વચ્ચે લોકો બફારો અનુભવી રહ્યા હતા. 

1/8
image

હવામાન વિભાગ દ્વારા 13 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી. જે મુજબ, સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. પાંડેસરા, ઉધાના, ડીંડોલી, અલથાણ સહિતના વિસ્તારોમાં હળવો પવન સાથે વરસાદ આવ્યો છે. અચાનક વરસાદ વરસતા શાળા, કોલેજ નોકરીએ જતા લોકો અટવાયા છે. પરંતું પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીના બફારાથી રાહત મળી છે. 

2/8
image

હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે, આજે શુક્રવારે, 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.  

ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી

3/8
image

ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે. આજે દાહોદ, મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી છે. તો આજે ડાંગ, નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. તો આવતીકાલે 15 જુને છોટાઉદેપુર, નવસારી અને ડાંગમાં આગાહી છે. આ સાથે જ તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો 16 જુને નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે. 

વહેલુ ચોમાસું તો આવ્યું, પણ વરસાદ ગાયબ થયો 

4/8
image

દેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેનું કારણ છે મોન્સૂન બ્રેક. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ તો ગયું પરંતુ હવે તે ધીમું પડી ગયું છે. પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે. જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છુટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે. 

5/8
image

 રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે. સાથે જ વાવણીલાયક વરસાદ પણ હજુ નથી પડ્યો. આમ તો આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થયું છે. પરંતુ હાલ વ્યાપક અને સારા વરસાદની કોઈ આગાહી નથી. જેથી વાવણી કરવા માંગતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ચોમાસાની ગતિ ધીમી પડવાના કારણે ઉત્તર ભારત સુધી ચોમાસું પહોંચ્યું જ નથી. જેના કારણે અસહ્ય ગરમી પડી રહી છે. 2016 પછી પ્રી મોન્સૂનની સિઝન આ વર્ષે સૌથી ગરમી રહેવાનું અનુમાન છે.

6/8
image

7/8
image

8/8
image