• બનાસકાંઠા કલેક્ટર કોરોના સંક્રમણ અટકાવવા જાહેરનામુ પાડ્યું 

  • બનાસકાંઠામાં શાકભાજીવાળાથી લઈને શોપિંગ કોમ્પ્લેક્સ માટે બહાર પાડ્યું ખાસ જાહેરનામુ

  • ધંધા-રોજગાર કરતી વ્યક્તિઓએ કોવિડ નેગેટિવ રીપોર્ટ ધંધાના સ્થળે રાખવો પડશે


અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેને પગલે બનાસકાંઠાના અનેક નાનકડા ગામો સ્વૈચ્છિક લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. પંરતુ કોરોના સંક્રમણને અટકાવવા બનાસકાંઠા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તાર અને તાણા ગામમાં ધંધા-રોજગાર કરતી વ્યક્તિઓએ કોવિડ નેગેટિવ રીપોર્ટ ધંધાના સ્થળે રાખવો પડશે. જેમાં કોરોનાની રસી લીધેલા લોકો આમાંથી અપવાદ હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાહેરનામુ કોને લાગુ પડશે 
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે શાકભાજીવાળા, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારી, રીક્ષા, ટેલી-કેબવાળા, પાનના ગલ્લા, ચાની કીટલી, દુકાન, હેરસલૂન તથા બ્યુટીપાર્લર, ખાનગી સિક્યુરીટી એજન્સી, સુથાર, લુહાર, ઈલેકટ્રીશીયન, પ્લમ્બર, ટેકનિશિયનો, શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં કામ કરતાં વ્યક્તિઓ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. 


તમારી હિંમત સામે કોરોના કંઈ નથી એટલુ સમજી લેજો, 20 વર્ષની કૃપાએ માત્ર 6 દિવસમાં કોરોનાને હંફાવ્યો


જાહેરનામામાં શુ ઉલ્લેખ કરાયો 
જાહેરનામા મુજબ, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા, ભાભર, થરાદ, થરા નગરપાલિકા વિસ્તાર તથા કાંકરેજના તાણા ગામના મહેસુલી વિસ્તારમાં ધંધો કરતા  કોવિડ નેગેટીવ હોવા બાબતનો દસ દિવસથી વધુ સમયનો ન હોય તેવો રિપોર્ટ ધંધાના સ્થળે ફરજિયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે. આ  હુકમ 22 એપ્રિલથી 9 મેસુ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. 


હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓ સાવધાન, જલ્દી જ ગુજરાતમાં આવશે નવા નિયમો 


રિપોર્ટ નહિ હોય તો ફરિયાદ થશે 
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી પોલીસ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને તથા સંબંધિત નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ નગરપાલિકાના વર્ગ-૩ ના દરજ્જા સુધીના તમામ કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક. 188 તથા ગુ.પો. અધિનિયમ ક. 135 મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરાયા છે.