તમારી હિંમત સામે કોરોના કંઈ નથી એટલુ સમજી લેજો, 20 વર્ષની કૃપાએ માત્ર 6 દિવસમાં કોરોનાને હંફાવ્યો

તમારી હિંમત સામે કોરોના કંઈ નથી એટલુ સમજી લેજો, 20 વર્ષની કૃપાએ માત્ર 6 દિવસમાં કોરોનાને હંફાવ્યો
  • બીજી લહેરમાં યુવા પેઢી પણ કોરોનાથી સંક્રમિત થઈ રહી છે
  • કૃપાએ કહ્યું, ડોકટરો અને સ્ટાફના ઉત્સાહભર્યા શબ્દોથી મારી હિંમત ખૂબ વધી હતી

ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે. બીજી લહેરમાં યુવા પેઢી પણ કોરોનાથી સંક્રમિત થઈ રહી છે. નવી સિવિલ હોસ્પિટલના કોરોના યોદ્ધાઓ દિવસ-રાત મહેનત કરીને દર્દીઓને સ્વસ્થ કરીને ઘરે સુખરૂપ પહોંચાડી રહ્યા છે. અડાજણમાં રહેતા બી.બી.એ.ની ૨૦ વર્ષીય વિદ્યાર્થિની કૃપા અલ્પેશભાઈ ગજ્જર નવી સિવિલમાં ૬ દિવસની સઘન સારવાર બાદ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા છે. તેઓને પ્લાઝમા સારવાર પણ આપવામાં આવી હતી.

 કૃપા સુરતના અડાજણની ચંદ્રકાંત સોસાયટીમાં રહે છે. તેણે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જણાવ્યું કે, ‘૧૧ એપ્રિલે જ્યારે હું સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી, ત્યારે મને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતી હતી. ઓક્સિજન લેવલ 75 ટકા હતું. હોસ્પિટલ દ્વારા મારી શારીરિક સ્થિતિ મુજબ તરત જ મારી ટ્રીટમેન્ટ શરૂ કરી. મને ૨ દિવસ સુધી આઈસીયુમાં વેન્ટીલેટર સપોર્ટ પર રખાઈ હતી. ત્યારબાદ સ્થિતિમાં સુધારો આવતા ઓક્સિજન પર રાખવામાં આવી હતી. ૧૫-૨૦ મિનીટનાં અંતરે ડોકટરો રૂટીન ચેકઅપ માટે આવતા અને મને સ્વસ્થ કરવા માટે અવનવું મોટીવેશન આપતા હતા. મારી સારવારમાં ડો. સંદિપભાઈએ નાની બહેનની જેમ ખૂબ ધ્યાન રાખ્યું હતું. ડોકટરો અને સ્ટાફના ઉત્સાહભર્યા શબ્દોથી મારી હિંમત ખૂબ વધી હતી. ઉપરાંત હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ સમયસર દવા અને ભોજન પૂરું પાડતા હતા. તા.૧૬મી એપ્રિલે મારુ સ્વાસ્થ્ય પૂર્વવત થઈ જતા રજા આપવામાં આવી હતી.’

રૂપાણી સરકારના નેતાઓને મોજેમોજ, છેલુભાઈ રાઠવાએ પુત્રના લગ્નમાં 50ને બદલે 500 ભેગા કર્યાં 

કૃપાએ વધુમાં કહ્યું કે, ‘હું સિવિલ હોસ્પિટલની, મેડિકલ સ્ટાફની, ડોકટરોની આભારી છું કે તેમણે મને આટલી ઉત્તમ સેવા સારવાર આપી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news