Banaskantha News : કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉત્તર ગુજરાતના રાજકારણના સૌથી આક્રમક નેતા ગણાય છે. તેમની પોપ્યુલારિટી પણ એટલી જ છે. ગેનીબેને અનેકવાર દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેઓએ જનતા રેડ કરીને દારૂ વેચનારાઓને પકડાવ્યા છે, તો દારૂ બનતી ભઠ્ઠીઓનો પણ ખેલ ખુલ્લો પડ્યા છે. આવામાં ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ જ દારૂ સાથે ઝડપાયો છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ પાસેથી 2 વિદેશી દારૂના ક્વાર્ટર મળી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, LCB પોલીસને ભાભરના અબાસણા ગામે જાહેરમાં દારૂ પીને એક વ્યક્તિ બકવાસ કરતો હોવાની બાતમી મળી હતી. જેના બાદ પોલીસે રેડ પાડી હતી. પોલીસે રેડ કરતા ગેનીબેન ઠાકોરના સગાભાઈ રમેશજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે રમેશજી ઠાકોર પાસેથી વિદેશી દારૂના 2 ક્વાર્ટર કર્યા જપ્ત કર્યા હતા. 


સરકારી ભરતી અંગે હસમુખ પટેલની સ્પષ્ટતા, પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને ચેતવ્યા


 


ગુજરાતમાં હિમાચલ જેવું પૂર આવે તેવી ભયાનક આગાહી : ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય થઈ


ગેનીબેનના ભાઈ રેમશજી ઠાકોર પીધેલી હાલતમાં હોવાનો પોલીસનો આક્ષેપ છે. ભાભર પોલીસે ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશજી ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પંરતુ આ વચ્ચે બનાસકાંઠાનું વાતાવરણ ગરમાયું છે. દારૂબંધી ઉપર અને જિલ્લા પોલીસ ઉપર અનેક સવાલો ઉઠાવનાર ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ પીધેલી હાલતમાં દારૂ સાથે પકડાતા હડકંપ મચી ગયો છે. ભાભર પોલીસ મથકે રમેશ નગાજી ઠાકોર અને પ્રહલાદ મણાજી ઠાકોર વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


દ્વારકા મંદિરની નવી પરંપરા : છ્ઠ્ઠી ધજા ચઢાવવામાં તમને રસ હોય તો આ રહી તમામ માહિતી


ભાઈના પકડાવા પર ગેનીબેનની પ્રતિક્રીયા


વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ભાઈની ધરપકડ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. ગેનીબેને કહ્યું કે, દારૂની બદી સામે અમારી લડાઈ ચાલી રહી છે. અમારી લડાઈના કરણે પોલીસની લાઈન બંધ થઈ છે. અન્ય સ્થળે નોકરી કરતા પોલીસ કર્મીઓ હાજર હતા. ભૂતકાળમાં અમારા પર દબાણ કરવામા આવ્યું હતું. પોલીસ કાયદાકીય રીતે પોતાનું કામ કરી શકે છે.