સરકારી નોકરીમાં ભરતી અંગે હસમુખ પટેલની મોટી સ્પષ્ટતા, પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને ચેતવ્યા

Government jobs :  ગુજરાતમાં કોચિંગ ક્લાસીસનો રાફડો ફાટ્યો છે. તેથી હસમુખ પટેલને આ અંગે ઉમેદવારોને ચેતવ્યા છે. તેઓએ ઉમેદવારોને એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તકો પર વધુ ફોકસ કરવાનું કહ્યું
 

સરકારી નોકરીમાં ભરતી અંગે હસમુખ પટેલની મોટી સ્પષ્ટતા, પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને ચેતવ્યા

Gandhinagar News ગાંધીનગર : ગુજરાતમાં અનેક યુવાઓ સરકારી નોકરીની આશાએ ફોર્મ ભરીને તૈયારી કરી રહ્યાં છે. સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત થાય એટલે પરીક્ષા કેન્દ્ર ભલે ગમે તેટલુ દૂર કેમ ન હોય, આગલા દિવસે પહોંચીને પરીક્ષા આપે છે. પરંતુ આ વચ્ચે હાલ એક અફવા વહેતી થઈ છે. સરકારી નોકરીમાં ભરતીની અફવાઓ વચ્ચે ગુજરાત ગૌણ પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મોટો ખુલાસો કર્યો છે.  GPSSBના ચેરમેન હસમુખ પટેલે સરકારી ભરતી અંગે અફવાઓ પર ધ્યાન ન આપવા સલાહ આપી છે.

હસમુખ પટેલે ટ્વીટમાં શું કહ્યું 
હસમુખ પટેલે ટ્વિટરના માધ્યમથી મહત્વની માહિતી આપી કે, આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આદિકૃત જાહેરાતની રાહ જુએ. આમ પણ ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે. પૂર્વ તૈયારી રૂપે એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તકો વાંચતા રહે. ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી.

 

— Hasmukh Patel (@Hasmukhpatelips) July 12, 2023

કોચિંગ ક્લાસની બોલબાલા
હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કોચિંગ ક્લાસની બોલબાલા છે. આ વચ્ચે હાલ ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીની અફવાઓએ જોર પકડ્યું છે. જેથી આ પરીક્ષામાં પાસ થવા માટે ઉમેદવારો કોચિંગ ક્લાસ તરફ વળ્યાં છે. ગુજરાતમાં કોચિંગ ક્લાસીસનો રાફડો ફાટ્યો છે. તેથી હસમુખ પટેલને આ અંગે ઉમેદવારોને ચેતવ્યા છે. તેઓએ ઉમેદવારોને એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તકો પર વધુ ફોકસ કરવાનું કહ્યું છે. તેમજ કોચિંગ ક્લાસમાં જવા કરતા પુસ્તકો પર ધ્યાન આપવા સલાહ આપી છે. 

વિદ્યાસહાયકોની ભરતી
તાજેતરમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાએ જાહેરાત કરી હતી કે, આગામી સમયમાં રાજ્યમાં 25000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. સાથે જ તેમણે એવુ પણ જણાવ્યું કે, ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય અને શિક્ષકની કુલ 28,212 જગ્યા ખાલી છે.રાજ્યની 1,028 પ્રાથમિક શાળા, 786 સરકારી હાઈસ્કૂલ અને 1,775 ગ્રાન્ટેડ હાઈસ્કૂલ આચાર્ય વિનાની છે. આ ઉપરાંત રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની 16,318 અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 774 જગ્યા ખાલી પડી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news