બનાસકાંઠા : ચાંગા ગામ નજીક ચપ્પાના ઘા મારી એક યુવકની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે દિવસ અગાઉ થયેલા ઝગડા બાબતે ઠપકો આપવા માટે ગયેલા મિત્રની જ હત્યા થઇ ગઇ હતી. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લાના કાંકરેજ તાલુકાના ચાંગા ગામ નજીક ગઇકાલે મોડી સાંજે સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા થઇ હતી. જેમાં ચાંગા ગામે બે દિવસ અગાઉ જ અલ્પેશ ચૌધરી અને પિયુષ પરમાર વચ્ચે બોલાચાલી થઇ હતી. જો કે ત્યારે મામલો સ્થાનિકોએ થાળે પાડી દીધો હતો. જો કે ગઇકાલે મોડી સાંજે પિયુષ પરમાર તેના મિત્ર પ્રકાશ ઠાકોર અને અલ્પેશને ઠપકો આપવા માટે ગયા હતા. 


જો કે ઉશ્કેરાયેલા અલ્પેશે પિયુષ પરમાર અને પ્રકાશને માર માર્યો હતો. આ પૈકી એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. હત્યા અંગે માહિતી મળતા જ થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.  અલ્પેશ વિરમભાઇ ચૌધરી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube