ગુજરાતના પોલીસકર્મી સાયકલ પર દેશભ્રમણ કરવા નીકળ્યા; એક વર્ષની રજા મુકી, 16 હજાર કિ.મી ફરશે!
બનાસકાંઠા જિલ્લાના મૂળ જલોત્રાના રહેવાસી સંજયગીરી ગૌસ્વામી છેલ્લા 18 વર્ષથી પોલીસ ખાતામાં ભરતી થયા હતા અને 14 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે હાલમાં બળબળતા તાપમાં પણ ભારત ભ્રમણ માટે નીકળેલા સંજયગીરી આજે અંબાજી આવી પહોંચ્યા હતા.
ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડ્રાઈવર કર્મીએ એક વર્ષની રજા રિપોર્ટ મૂકી સાયકલ ઉપર દેશ ભ્રમણ કરવા નીકળ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મૂળ જલોત્રા ના રહેવાસી સંજયગીરી ગૌસ્વામીએ છેલ્લા 18 વર્ષથી પોલીસ ખાતામાં ભરતી થયેલા છે.
ગુજરાતીઓને ખુશખુશાલ કરી દે એવો વરસાદનો વરતારો; જાણો આ વખતનો વરસાદ ક્યાં કેવો રહેશે?
14 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે, પણ હાલમાં આ સંજયગીરી બળબળતા તાપમાં પણ ભારત ભ્રમણ માટે નીકળેલા સંજયગીરી આજે અંબાજી આવી પહોંચતા પોલીસ અધિકારી સહીત પોલીસ કર્મીઓએ તેમની કામગીરીને બિરદાવી હતી.
અમરેલીમાં નામચીન શખ્સની સ્કોર્પિયો સાથે કાર અથડાવી 8 શખ્સોએ કર્યું ફાયરિંગ
ચાલુ નોકરી એ એક વર્ષ ની રજા મૂકી ભારત ભ્રમણ માટે પોતાના પરિવાર ને મૂકી ને નીકળેલા સંજયગિરી ની હિંમત ને પણ બિરદાવી હતી જોકે આ સાયકલ સવાર સંજયગીરી એ જણાવ્યું હતું કે તેઓ એક વર્ષ દરમિયાન લગભગ 16 હજાર કિલોમીટરની યાત્રા કરશે. જેમાં ખાસ કરીને ચારધામ,અમરનાથ, નેપાળના પશુપતિનાથ તેમજ 12 જ્યોતિલિંગના દર્શન કરશે.
અ'વાદમાં ગરમીનું રેડએલર્ટ પણ ગુજરાતના આ શહેરમા સૌથી વધારે મોત, 10 દર્દીની હાલત ગંભીર
જોકે તેમને જણાવ્યું હતું કે ખાસ કરીને પોલીસકર્મીઓ એ પોતાની ફિટનેશ માટે સાયકલિંગ કરવું જોઈએ સાથે તેમને દેશ વાસીઓ ને એક મહત્વ નો સંદેશ કે જે હાલ માં અસહય ગરમી નો પ્રકોપ થઇ રહ્યો છે તો તેની સામે પર્યાવરણ નું જતન કરવા વૃક્ષો વાવવા માટે નો સંદેશો આપવા નીકળ્યા છે.
ત્રીજું વિશ્વયુદ્ધ નજીક છે? આ ભારતીય જ્યોતિષે તો તારીખ પણ જણાવી દીધી, ખાસ જાણો