યુપીના રસ્તે જઈ રહ્યું છે ગુજરાત! નામચીન શખ્સની સ્કોર્પિયો સાથે કાર અથડાવી 8 શખ્સોનું ફાયરિંગ

અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા વિસ્તારમાં ગઈકાલ વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવી હતી. આશરે એક બે મહિના પહેલા નાગેશ્રી ગામ પાસે આવેલ ટોલનાકા નજીક ફરિયાદી શિવરાજ ધાખડાને ગાળો આપી હતી, તેનો વિડીયો ફરિયાદીએ તેમના મોબાઇલમાં ઉતારેલો હતો.

યુપીના રસ્તે જઈ રહ્યું છે ગુજરાત! નામચીન શખ્સની સ્કોર્પિયો સાથે કાર અથડાવી 8 શખ્સોનું ફાયરિંગ

કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લામાં ખાંભાના ચતુરી પીપળવા ગામ વચ્ચે ગઈકાલ વહેલી સવારે સ્કોર્પિયો ગાડી સામે ગાડી અથડાવી ફાયરિંગ કરનાર ઇસમોને અમરેલી એલસીબી અને ખાંભા પોલીસની ટીમે આરોપીને દબોચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા વિસ્તારમાં ગઈકાલ વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવી હતી. આશરે એક બે મહિના પહેલા નાગેશ્રી ગામ પાસે આવેલ ટોલનાકા નજીક ફરિયાદી શિવરાજ ધાખડાને ગાળો આપી હતી, તેનો વિડીયો ફરિયાદીએ તેમના મોબાઇલમાં ઉતારેલો હતો. તે વાતનું મનદુઃખ રાખી પોલીસના જાપ્તામાં ઉભેલા ચારેય ઈસમોએ ગુનાહિત કાવતરું રચ્યું હતું. 

ફરિયાદી શિવરાજ ધાખડા પોતાની ગાડી લઈને ખાંભા વિસ્તારના ચતુરી પીપળવા ગામ વચ્ચે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સફેદ સ્વીફ્ટ કાર પીછો કર્યો હતો. ફરિયાદીની ગાડી સાથે આ પોલીસના ઝાપટામાં ઉભેલા ઈસમોએ પોતાની કાર ફરિયાદીની કાર સાથે અથડાવી હતી. ફોરવીલ કારમાં આવેલા ચાર શખ્સોએ પિસ્તોલ તમંચામાંથી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે તેમના પર ફાયરિંગ કરવામાં આવતા ફરિયાદી બચી જતા ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ ફરિયાદીની સ્કોર્પિયો ગાડીને તોડફોડ કરી કારને નુકસાન પહોંચાડ્યું હતું. 

ઘટનાને લઈ અમરેલી એસપીની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાંભા પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી ફરિયાદીએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે શિવરાજ ધાખડાની ફરીયાદના આધારે ગુન્હો નોંધ્યો હતો. અમરેલી એલસીબી અને ખાંભા પોલીસની ટીમે મોડી રાતે પહુ વરૂ, મયુર વરૂ, હરેશ વરૂ, સંજય વરૂ, સહિત ચારે આરોપીને એક હથિયાર સાથે દબોચી લીધા છે. 

હાલ ખાંભા પોલીસે સમગ્ર ઘટનાને લઈ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે હાલ આ બનાવમાં ક્યાં ક્યા હથિયારો વપરાયા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ફરિયાદી શિવરાજ ધાખડા સાથે થયેલી માથાકૂટમાં જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામના રેહવાસી છે, પરંતુ મારી નાખવામાં ઇરાદે ફાયરિંગ કરવાની ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે હાલ તો આ ઘટનામાં પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news