• બનાસકાંઠામાં 45 વર્ષથી ઉપરની 6.17 લાખની વસ્તીમાં 6.04 લાખ લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો

  • ગુજરાતમાં 45 થી વધુ વયજૂથના 55 ટકા લોકોને પહેલો ડોઝ અપાયો  છે. એની સામે બનાસકાંઠામાં 98 ટકા લોકોએ વેક્સીન લીધી


અલ્કેશ રાવ/બનાસકાંઠા :હાલ સમગ્ર ગુજરાતમાં પૂરજોશમાં વેક્સીનેશન ચાલી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લો 45 વર્ષથી વધુના  98 ટકા લોકોના રસીકરણ સાથે દેશમાં વેક્સીનેશનમાં મોખરે બન્યો છે. બનાસકાંઠા (banaskantha) માં 45 વર્ષથી ઉપરની 6.17 લાખની વસ્તીમાં 6.04 લાખ લોકોએ વેક્સીન (vaccination) નો પહેલો ડોઝ લઈ લીધો છે. સાથે જ જિલ્લામાં રસીકરણ કેન્દ્રો ઉપર અને ગામેગામ ફરીને કરાતાં વધુ લોકોએ રસી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચમત્કાર માત્ર એક જ મહિનામાં થયો છે. એક જ મહિનામાં અધિકારીઓએ વ્યૂહાત્મક આયોજન ઘડીને 6.17 લાખની વસતિ સામે 6.04 લાખ કરતાં વધુ લોકોને ઓછામાં ઓછો પહેલો ડોઝ આપી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના પ્રભાવી સચિવ વિજય નહેરા છે. જેઓ અમદાવાદના પૂર્વ કમિશનર હતા. જેમના માર્ગદર્શન હેઠળ હાલ વેક્સીનેશન (corona vaccine) કાર્યક્રમ ચાલી રહ્યુ છે. બનાસકાંઠામાં રોજ 50 થી 55 હજાર સરેરાશ વેક્સીન અપાય છે. આ લક્ષ્યાંક સાથે કામ કરતા એક જ મહિનામાં બનાસકાંઠા જિલ્લો ન માત્ર ગુજરાતમાં, પરંતુ સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે આવી ગયો. 


આ પણ વાંચો : આને ગધેડા પર બેસીને ગામમાં ફેરવો, જેણે સાવરણાથી વૃદ્ધ માતાને માર્યું, video જોઈ તમારુ કાળજુ કંપી ઉઠશે


સમગ્ર દેશમાં હાલ રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં 45 થી વધુ વયજૂથના 55 ટકા લોકોને પહેલા ડોઝની રસી અપાઇ છે. એની સામે બનાસકાંઠામાં આ લક્ષ્યાંક 98 ટકા હાંસલ થયો છે.


આ માટે ગામેગામ ફરીને બનાસકાંઠાના જિલ્લાઓને જાગૃત કરવામાં આવ્યા હતા. સરળતાથી અને ઝડપથી વેક્સીનેશન કામ પાર પાડવામાં આવ્યું હતું. 


આ પણ વાંચો : 5 દિવસમાં પરિવારના 5 સદસ્યોના ગુમાવ્યા, છતાં બીજા જ દિવસે ડ્યુટી પર જોડાયા એમ્બ્યુલન્સના ડ્રાઈવર પ્રવીણભાઈ