ઝી બ્યુરો/બનાસકાંઠા: પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે મોટો ફટકો આપ્યો છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. રાજસ્થાનના પાલીના વકીલ પર ખોટા કેસને પગલે કોર્ટે આ ચુકાદો આપ્યો છે. પાલનપુર કોર્ટે એનડીપીએસ કેસમાં સંજીવ ભટ્ટને દોષી ઠેરવ્યા હતા. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકરાયો છે. જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની પણ જોગવાઈ કરાઈ છે. પાલનપુર કોર્ટ સંજીવ ભટ્ટને NDPS કેસમાં દોષિત ઠેરવી 20 વર્ષની સજા સંભળાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


શું હતો કેસ
1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે 1.15 કિલો ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ સંજીવ ભટ્ટ પર લાગ્યો હતો. પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશનએ 6 મહિના સુધી હડતાળ કરી હતી.  


આ મામલે વર્ષ 2018માં પૂર્વ IPS સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. CID ક્રાઈમે પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. જે બાદ પાલનપુર કોર્ટ દ્વારા વ્યાસને સરકારી સાક્ષી બનાવીને 1996ના ડ્રગ કેસમાં છૂટકારો આપવાની મંજૂરી આપી હતી. આ મામલે ડ્રેગ્સ પ્લાન્ટિંગ કેસની ફરિયાદ રદ કરવા માટે સંજીવ ભટ્ટે અરજી કરી હતી. સાડા પાંચ વર્ષથી સંજીવ ભટ્ટ આ કેસને લઈને પાલનપુરની સબજેલમાં કેદ હતા.