અલ્કેશ રાવ/બનાસકાંઠા : ગુજરાત હવે દારૂ બાદ ડ્રગ્સનું પણ સ્વર્ગ બની રહ્યું છે. જો કે ગુજરાતમાં દારૂ બંધી તો માત્ર ચોંપડે જ છે નહી તો ચોરે અને ચૌટે જોઇએ તેટલો દારૂ મળે છે. પરંતુ હવે તે દિવસો દુર નથી જ્યારે ડ્રગ્સ પણ હાટડીઓમાં મળતું થઇ જાય. ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ દબાવવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઇ હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. ગુજરાતમાંથી કરોડો રૂપિયાનાં ડ્રગ્સના કન્સાઇન્ટમેન્ટ પકડાયા છે. આ ઉપરાંત કોઇ એક નહી પરંતુ જેવા પ્રકારનાં જોઇએ તેવા ડ્રગ્સ સરળતાથી મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડામાંથી યુવતીનો લટકતો મૃતદેહ મળી આવ્યો, વડોદરાકાંડની શાહી સુકાય તે પહેલા વધારે મોટો કાંડ

જો કે દારૂની ઘુસણખોરી માટેના સ્વર્ગ એવા રાજસ્થાન બોર્ડર પરથી પોલીસ વારંવાર દારૂ ઝડપે છે તેમ છતા પણ બુટલેગરો અલગ અલગ તરકીબોથી દારૂ ઘુસાડતા હોય છે. તેવમાં બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી LCB  દ્વારા વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસે બાતમીના આધારે સણવાલ પાસે ગાડીનો પીછો કરી ટાટા સુમો ગાડીમાંથી 2,53,200 રૂપિયાની કીમતની 2352 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. આરોપીઓને પણ ફિલ્મી સ્ટાઇલે પીછો કર્યો હતો. જો કે આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. 


ડ્રગ્સનું સ્વર્ગ બન્યું ગુજરાત! સેક્સથી માંડી સાધનામાં તલ્લીન થવા માટે અલગ અલગ ડ્રગ્સ


પોલીસ દ્વારા સમગ્ર મામલે વિદેશી દારૂ અને ગાડી સહિત 4,35,200 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. જો કે પોલીસને ચકમો આપીને આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફરાર ગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત કઇ રીતે દારૂ ઘુસાડવામાં આવ્યો, દારૂ ક્યાંથી ખરીદાયો હતો વગેરે મુદ્દે તપાસ ચલાવાઇ રહી છે. હાલ સમગ્ર મુદ્દે તપાસ બાદ જ સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube