અલકેશ રાવ/બનાસકાંઠા : જિલ્લાના સરદીય વિસ્તારમાં ફરીથી પ્રેમી યુવકનું બળજબરીથી મુંડન કરવાની ઘટના બની છે. પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીઓને પકડીને તેમનુ મુંડન કરાવાયુ હતું. ગામના કેટલાક લોકો દ્વારા પ્રેમિકાને મળવા આવેલ બંને યુવકોને  મેથીપાક ચખાડ્યો હતો. એટલુ જ નહિ, તેઓને સામસામે બેસાડી એકબીજાના હાથે મુંડન કરાવડાવ્યુ હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે, ઝી 24 કલાક વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીઓના મુંડન કરવાના અનેક વીડિયો અનેકવાર વાયરલ થવા છતાં કોઈ ફરિયાદ નોંધાતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આ પ્રકારની તાલીબાની સજા કરવી એ કોઈ નવી વાત નથી. અગાઉ પણ આ જ રીતે પ્રેમિકાના મળવા જતા સગાસંબંધીઓ કે ગ્રામજનોને હાથે ઝડપાઇ ગયેલા યુવકને તાલીબાની સજા કરી હોવાના અનેક વીડિયો લોકોએ બનાવી વાયરલ કર્યા હતા. જોકે હજુ સુધી આ મામલે કોઇ જ પોલીસ મથકમાં આવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.


અંબાલાલ પટેલની સપ્ટેમ્બરની મહિનાની નવી આગાહી : ગુજરાતના માથે એક નહિ બે સિસ્ટમ બની


 


આખરે ગુજરાતે કરી બતાવ્યું, શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડીને મેળવી મોટી સિદ્ધી