ઝી બ્યુરો/બનાસકાંઠા: ગુજરાતના ડેરી ઉદ્યોગ સાથે અનેક ખેડૂતો જોડાયેલા છે, જેના કારણે અનેકવાર ક્રાંતિકારી પહેલ થઇ છે. હવે ગાયનાં ગોબરમાંથી ગેસ અને હાઇડ્રોજન બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ડેલિગેશન સાથે જાપાનની સીધી મુલાકાત કરી છે અને મારૂતી સુઝુકી, બનાસ ડેરી અને એનડીડીબી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં 4 અત્યાધુનિક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા ચર્ચા કરવામાં આવી છે. 2025 સુધીમાં પ્રારંભિક તબક્કાવાર 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. જેના માટે ગ્રીન અને કિસાન એનર્જી માટે રૂપિયા 230 કરોડ ખર્ચ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરોડો ગુજરાતીઓના શ્વાસ થંભાવી દેશે આ વાત! વરસાદને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી


ગાયના ગોબરનું મહત્વ હવે ધીરે ધીરે વધી રહ્યુ છે અને મહત્વની વાત એ છે કે, ભારતની સાથે હવે વિશ્વ પણ આ વાત સમજી ગયુ છે. ગાયના ગોબરમાંથી હાઇડ્રોજન તેમજ અન્ય ગેસના ઉત્પાદન માટે ભારત અને જાપાન વચ્ચે કરાર થયા છે. જે અંતર્ગત વર્ષ 2025 સુધીમાં બનાસકાંઠા જીલ્લામાં ગાયના ગોબરથી કાર્યરત ચાર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે.


તહેવારોની સિઝન પર સરકારની મોટી ભેટ, 75 લાખ LPG કનેક્શન આપશે મફત


આ પ્રોજેક્ટ માટે કુલ રૂ.230 કરોડનું રોકાણ કરવામાં આવશે. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત જીસીએમએમએફ (ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન) અને અનડીડીબી (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ)ના પ્રતિનિધિઓએ જાપાનની મુલાકાત લીધી હતી. જાપાનમાં કાર્યરત ભારતીય દુતાવાસ ખાતે કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જાપાનની સુઝુકી કંપની સાથે થયેલા કરારનો હેતુ પશુપાલકોની આવક વધારવાની સાથે પ્રદુષણ મુક્ત ક્લિન એનર્જીની દિશામાં આગળ વધવાનો છે.


સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં લોકકલાકાર દેવાયત ખવડની એન્ટ્રી, ડાયરામાં કર્યો હુંકાર


આત્મનિર્ભર ભારતના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત 'Gobardhan' પ્રોજેક્ટ થકી સ્વચ્છ ઊર્જા અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે હરણફાળ ભરવા એશિયાની સૌથી મોટી ડેરી સંસ્થા બનાસ ડેરીએ એક સરાહનીય કામ કર્યું છે, જાપાન ખાતે Suzuki મોટર કોર્પોરેશન, જાપાન અને National Dairy Development Board  સાથે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.


આ ઝાડથી ફેલાયો કોરોનાથી વધુ જીવલેણ નિપાહ વાયરસ? કેરળમાં મચી ગયો હડકંપ


ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ટોક્યો, જાપાન ખાતે India in Japan (Embassy of India, Tokyo)  માં ભારતના રાજદુત સીબી જ્યોર્જની હાજરીમાં Suzuki મોટર કોર્પોરેશન, જાપાનના પ્રેસિડેન્ટ મી.ટી સુઝુકી અને NDDB ના ચેરમેન મીનેશ શાહ તેમજ બનાસ ડેરી મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામસિંહની હાજરીમાં કરાર કરવામાં આવ્યા છે.


માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ; મહિલાઓ પાસે કરાવતું ગંદું કામ,6 મહિલા સહિત 7ની ધરપકડ


બનાસકાંઠાને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર તેમજ પ્રાકૃતિક જિલ્લો બનાવવા માટે આ શરૂઆત ખુબ જ મહત્વની રહેશે. Suzuki મોટર કોર્પોરેશન, ભારત અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે મળીને બનાસ ડેરી પશુના છાણમાંથી બાયોગેસ અને પ્રાકૃતિક ખાતર ઉત્પાદન કરતાં પ્લાન્ટની સ્થાપના કરશે, જેમાં Suzuki મોટર કોર્પોરેશન તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડશે.


વિદેશમાં રોજગારી મેળવવાની ઈચ્છા રાખતા લોકો ચેતજો! નહી તો તમારી સાથે પણ થશે આવો ફ્રોડ