અલ્કેશ રાવ/બનાસકાંઠા: તમે કથા ભજન અને ભોજન મંદિરોમાં જોયા હશે, પરંતુ બનાસકાંઠામાં એક એવું ગામ છે, જ્યાં સ્મશાનમાં કથા,સત્સંગ ભોજન અને ભજન થાય છે. જેનો ઉદ્દેશએ છે, કે 5 ગામોના લોકોના મૃતક સ્વજનોને પણ આ મોક્ષ મળે છે. અને ખાસ કરીને આવનારા નવી પેઢીમાં એક સમજણ આવેએ આ ગામડાના લોકોનો પ્રયાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના ચડોતર ગામમાં આજુબાજુના પાંચ ગામના લોકોએ ભેગા મળી અને એક અત્યંત આધુનિક સ્મશાન ગૃહનું નિર્માણ કર્યું છે. ત્યારે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને અમાસ એટલે સર્વ પિતૃઓને મોક્ષ મળેએ શ્રાદ્ધનો સૌથી મોટો દિવસ હોય છે, ત્યારે પાલનપુર તાલુકાના ચડોતર ગામની સ્મશાનભૂમિમાં અમાસના દિવસે પાંચ ગામના લોકો ભેગા મળી અને સ્મશાનમાં ભજન ,સત્સંગ અને ભોજન કરીને આવનારી નવી પેઢીમાં એક પ્રકારની સમજણ આવે કે, સ્મશાન જેવી કોઈ પવિત્ર ભૂમિ નથી. અને આ સ્મશાન થકી જ મૃતક સ્વજનોએ સદગતિ મળે છે અને મોક્ષ મળે છે ત્યારે આ એક ચડોતરમાં આવનારી નવી પેઢી માટે એક નવી દિશા છે.


રાજ્યમાં વરસાદને કારણે ખેલૈયા નિરાશ, રાજપથ-કર્ણાવતીએ ગરબા કર્યા Cancel


શ્રાદ્ધ પક્ષમાં અમાસના દિવસે અને આજે સૌથી મોટી અમાસ એટલે પિતૃઓને મોક્ષ આપવાનો દિવસ આ દિવસ માં મૃતક તમામ સ્વજનોને મોક્ષ મળે એ હેતુથી ચડોતર ગામમાં હજારોની સંખ્યામાં સ્મશાનમાં જઇ અને ભજન કિર્તન અને રામધૂન અને શિવધુન કરવામાં આવે છે અને ત્યારબાદ સ્મશાનમાં ભોજન પણ લેવાય છે જેથી ચડોતર ગામના નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિમાં મૃત્યુ પામેલા તમામ જીવોને સદગતિ મળે તેવી પ્રાર્થના થાય છે. 


ગુજરાત ક્રિકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણીની કરાઈ પસંદગી


ચડોતર ગામે સાબિત કર્યું છે કે, સ્મશાન જેવી પવિત્ર કોઈ ભૂમિ નથી અને આ સ્મશાનભૂમિમાં ભજન કિર્તન અને ભોજન કરવાથી મૃતકોને તો સદગતિ પ્રાપ્ત થાય છે, પરંતુ સમાજ માટે પણ એક આ નવી દિશા છે ચડોતર ગામ સમાજને અને દુનિયાને એક નવી રાહ ચિંધી અને તમામને આ દિશામાં આગળ વધવાનો નિર્દેશ કરે છે.


અમદાવાદ: મુંબઇથી ટ્રાવેલ્સમાં લાવી રહ્યાં હતા એમડી ડ્રગ્સ, 2 શખ્સની ધરપકડ


સામાન્ય રીતે સ્મશાનમાં મૃતક વ્યક્તિનો અગ્નિ સંસ્કાર કરવા માટે લોકો જતા હોય છે આ સિવાય સ્મશાનમાં જતા લોકો ડરે છે, ત્યારે ચડોતર,જોડપુરા, દેવપુરા,ઉમાપુરા અને લુણવાપુરા ગામના લોકોએ સ્મશાનમાં ભજન કીર્તન અને ભોજન કરીને નવી રાહ દેખાડી છે.


જુઓ Live TV:-