રાજ્યમાં વરસાદને કારણે ખેલૈયા નિરાશ, રાજપથ-કર્ણાવતીએ ગરબા કર્યા Cancel

આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વરસાદે ખેલૈયાઓના રંગમાં ભગ પાડ્યો છે. એક તરફ નવરાત્રિને લઇને ક્લબ અને પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારના આયોજન કરી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં વરસાદને કારણે ખેલૈયા નિરાશ, રાજપથ-કર્ણાવતીએ ગરબા કર્યા Cancel

અમદાવાદ: આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વરસાદે ખેલૈયાઓના રંગમાં ભગ પાડ્યો છે. એક તરફ નવરાત્રિને લઇને ક્લબ અને પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારના આયોજન કરી દેવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદને કારણે ખેલૈયાઓ નિરાશ થયા છે. તો બીજી તરફ અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબમાં પહેલા બે નોરતા ગરબા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વડોદરામાં પણ વરસાદના કારણે ગરબા મેદાનોમાં પાણી ભરાઇ જતા ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે.

અમદાવાદમાં નવરાત્રિને લઇને કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબના મેનેજમેન્ટ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને તેઓ દ્વારા ગરબાને લઇને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ વરસાદ વિઘ્ન બન્યું હોય એવ બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કર્ણાવતી અને રાજપથ ક્લબના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ફરી વળતા મેનેજમેન્ટ દ્વારા નવરાત્રીના પ્રથમ બે દિવસ ગરબા બંધ રાખવામાં આવ્યા છે અને બે દિવસ બાદ ગરબા શરૂ કરવામાં આવશે. જેને લઇને ખેલૈયાઓ નિરાશ થયા છે.

તો બીજી તરફ વડોદરાના મોટાભાગના તમામ ગરબા મેદાનોમાં પાણી ભરાયા હતા. જેના કારણે મેદાનમાંથી ગરબા આયોજકો કીચડ કાઢી રહ્યા છે. ગરબા મેદાનમાં જેસીબી, ટ્રેકટર, રોલર ફેરવી કામ કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં રોજ લાખો ખૈલેયાઓ અલગ અલગ સ્થળે ગરબા રમતા હોય છે જે વરસાદના કારણે નિરાશ થયા છે. રોજ વરસાદ વરસવાના કારણે વડોદરાના અંબાલાલ પાર્ક ગરબા, મહેસાણા પાર્ક મેદાનના ગરબા, રેવાપાર્કના ગરબા પહેલા નોરતે રદ કરવાની નોબત આવી છે.

નવલખી મેદાનમાં વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાયેલા છે. ગરબા મેદાનમાંથી આયોજકોએ પાણી તો કાઢી દીધા છે. પરંતુ કીચડ વધુ હોવાથી પહેલા નોરતે ગરબા રમી શકાશે કે કેમ તેના માટે આયોજકો મૂંઝવણમાં છે. હવામાન વિભાગે હજી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે જો હજી પણ વરસાદ વરસે તો ગરબા રદ કરવા પડે તેવી પરિસ્થિતિ વડોદરામાં ઉભી થઈ છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news