અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. માનવામાં ન આવે પણ, વાવના કોરેટી ગામના તળાવના પાણીનો કલર બદલાયો છે. આપણે અત્યાર સુધી પિંક સિટી જયપુર વિશે સાંભળ્યુ છે, પરંતુ પિંક તળાવ પહેલીવાર જોયું. નીલકંઠ મહાદેવના મંદિરની બાજુમાં આવેલ તળાવના પાણીનો કલર બદલાયો છે. તળાવના પાણીનો કલર બદલાતા ગામ લોકોમાં અનેરું કુતુહલ સર્જાયુ છે. જોકે, તળાવના પાણીનો કલર કઈ રીતે બદલાયો તે રહસ્ય અકબંધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બનાસકાંઠાના વાવ તાલુકાના કોરેટી ગામમાં એક તળાવ છે. આ તળાવ હાલ અનેક લોકોને રહસ્ય સર્જી રહ્યુ છે. કારણ કે, છેલ્લા સાત દિવસથી તળાવના પાણીનો રંગ બદલાઈ ગયો છે. પાણીનો કોઈ રંગ હોતો નથી, પરંતુ તળાવનુ પાણી ગુલાબી રંગનુ થઈ ગયુ છે. કોઈ નથી જાણતુ કે આવુ કેમ થયુ છે. પરંતુ એકાએક તળાવના પાણીનો રંગ બદલાઈ ગયો હતો. સાત દિવસથી આખુ તળાવ ગુલાબી રંગનુ જોવા મળી રહ્યુ છે. 



જોકે, સ્થાનિક લોકો આ ઘટનાને આસ્થા સાથે ગણાવી રહ્યાં છે. તળાવની વચ્ચે મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા સામે આવી છે. સાત દિવસ પહેલા અચાનક તળાવના પાણીનો કલર બદલતા લોકોમાં પણ અચરજ ફેલાયુ છે. પરંતુ કેટલાક એક્સપર્ટ આ પાછળ કોઈ બીજુ કારણ હોવાનુ ગણાવે છે.