અલકેશ રાવ/ બનાસકાંઠા : ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના વિસ્તાર બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટયાડની આગામી 9 જુલાઈએ યોજાનારી ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં પ્રથમ વખત એક મહિલાએ સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ઝંપલાવતા અને ભાજપ પ્રેરિત ત્રણ પેનલો આમને સામને આવતા ત્રી-પાંખીયો જંગ મંડાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nadiad ની 7 વર્ષીય બાળકી સાથે શારીરીક અડપલાં કરનાર યુવકને 20 વર્ષની સખત કેદ


કોરોનાના કારણે સતત બે વખત મોકૂફ રહેલી પાંથાવાડા માર્કેટયાડ 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી આગામી 9મી જુલાઈ યોજવાની છે જેને લઈને  ખેડૂત વિભાગ ,વેપારી વિભાગ અને ખરીદ વેચાણ વિભાગ માટે 89 ફોર્મ ભરાયા હતા. જોકે તેમાંથી 50 ફોર્મ પરત ખેંચાતા હવે ખેડૂત વિભાગના 27 ,વેપારી વિભાગના 8 અને ખરીદ વેચાણ વિભાગના 4 ઉમેદવારો મળી કુલ 39 ઉમેદવારો મેદાને છે. જેમાં ગુજરાતમાં પ્રથમ વખત માર્કેટયાડની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ મંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદીએ પોતાની પેનલ સાથે ઝંપલાવ્યું છે. તો બીજી તરફ માર્કેટયાડના વર્તમાન ચેરમેન સવસિંભાઈ પટેલ અને પૂર્વ ચેરમેન રેસાભાઈ પટેલ પણ પોતાની પેનલો સાથે ચૂંટણી મેદાને ઉતર્યા છે. જેને લઈને ત્રી-પાંખીયો જંગ મંડાયો હોવાથી પાંથાવાડા માર્કેટયાડની ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ છે. આગામી 9 જુલાઈએ માર્કેટયાડની ચૂંટણી અને 10 જુલાઈએ તેનું પરિણામ હોઈ ત્રણે પેનલોના ઉમેદવારો 1547 જેટલા મતદારોને રીઝવવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે પ્રથમ વખત સહકારી ક્ષેત્રમાં ઉમેદવારી કરનાર ફાલ્ગુનીબેને મહિલા સશક્તિકરણની વાત કહી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


AHMEDABAD: રાજ્યના એક પછીએક મંત્રીઓના જગન્નાથ મંદિરે આંટાફેરા, જો કે રથયાત્રા અંગે ચલકચલાણું


વર્ષે કરોડોનું ટર્નઓવર કરતાં પાંથાવાડા માર્કેટયાર્ડમાં પ્રથમ વખત કોઈ મહિલાએ પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવતાં પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે, ત્યારે યુવાન અને  પાંથાવાડા માર્કેટયાડના વર્તમાન ચેરમેન સવસિંભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન ખેડૂતો અને વેપારીઓ માટે કરેલા કાર્યોને લઈને ખેડુતો અને વેપારીઓ ખુશ હોવાની વાતો કરી પોતાની જીતનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ વર્ષો સુધી પાંથાવાડા માર્કેટયાડની બાગડોર સંભાળનાર અને સહકારી ક્ષેત્રના અઠંગ ખેલાડી રેસાભાઈ પટેલ આ વખતે પોતાની જીત નિશ્ચિત છે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.


Cricket ની બાબતમાં માથાકૂટ થતાં કારને લગાવી દીધી આગ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video


પાંથાવાડા માર્કેટયાડની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી ભાજપ પ્રેરિત ત્રણેય પેનલના તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી મતદાતાઓને રિઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે 10મી જુલાઈએ પરિણામના દિવસે માર્કેટયાડના મતદાતાઓ પરિવર્તનની વાત કરનાર મહિલા ઉમેદવાર ફાલ્ગુનીબેન ત્રિવેદીને માર્કેટયાડની સતા સોંપે છે કે વર્તમાન યુવાન ચેરમેન સવસીભાઈ પટેલ કે પછી સહકારી ક્ષેત્રના પીઢ અને અનુભવી પૂર્વ ચેરમેન રેસાભાઈ પટેલના શિરે માર્કેટયાડના ચેરમેનનો તાજ આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube