Gujarat Farmers : અલકેશ રાવ/બનાસકાંઠા: મહેનતથી સફળતા મળે છે.વિચારોથી નહિ આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે. બનાસકાંઠાના એક નાનકડા ગામના ધોરણ 10 સુધી ભણેલા હંસાભાઈ સુથારે તેમણે બાગાયતી પાકમાં નિંદામણ દૂર કરવા ઉપયોગમાં લેવાતા ટીલરના એન્જીનનો ઉપયોગ કરી ભંગાર માંથી વસ્તુઓ લાવી ફક્ત એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી પોતાની કોઠાસૂઝથી મીની ટ્રેકટર બનાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે અને આ ટ્રેક્ટરનું નામ રામલલ્લા રાખ્યું છે. જે ગરીબ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મહાજંગ: લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમા કેવી છે તૈયારી? જાહેર કરાઈ ડિટેલ્સ


હંસાભાઈ માત્ર 10 ધોરણ સુધી ભણેલા


બનાસકાંઠા જિલ્લો આમ તો અંતરિયાળ જિલ્લો માનવામાં આવે છે. પરંતુ આ જિલ્લામાં અનેક એવો લોકો છે. જે પોતાની કોઠાસૂઝ સારી નામના મેળવી રહ્યા છે. ત્યારે લાખણી તાલુકાના કેસરસિંગ ગોળીયા ગામના હંસાભાઈ સુથારે પોતાની કોઠાસૂઝથી મીની ટ્રેકટર બનાવ્યું છે. હંસાભાઈ સુથારની ઉમર 42 વર્ષ છે. તેમનો પરિવાર વર્ષોથી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે. હંસાભાઈ માત્ર 10 ધોરણ સુધી ભણેલા છે. 2007થી તેવો ટ્રેકટર બોડી કામ અને કલર કામના વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 


ભૂપત ભાયાણી ના ઘરના ના ઘાટ ના: વિસાવદરની ચૂંટણી ના થઈ જાહેર, આ છે સાચું કારણ


ટ્રેક્ટરનું નામ રામલ્લા રાખ્યું


હંસાભાઈએ એક દિવસ બાગાયતી પાકમાં નિંદામણ દૂર કરવા ઉપયોગમાં લેવાતા ટીલર મશીન વેસ્ટ પડેલ જોઈ તેમાં કઈક નવું કરવાનો વિચાર કરી ટીલરના એન્જીનનો ઉપયોગ કરી મીની ટ્રેકટર બનાવાનું વિચાર્યું.જેમાં તેમને 6થી 7 મહિના જેટલા સમયમાં ભંગારમાંથી સ્પેર પાટ તેમજ જરૂરિયાત પ્રમાણે લાખણી ગામ માંથી નવા ટ્રેકરના સ્પેર પાટ ભેગા કરી માત્ર 1 મહિનામાં ડીઝલ વડે ચાલતું 1 લાખ અને 30 હજારના કુલ ખર્ચે મીની ટ્રેકટર બનાવ્યું.જોકે હંસાભાઈ ટ્રેક્ટર બનાવતા હતા તે જ સમયે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા ચાલતી હોવાથી તેમને બનાવેલ ટ્રેક્ટરનું નામ રામલ્લા રાખ્યું છે.


ગુજરાતમાં એક એવી ચૂંટણી જેમાં ભાજપના નેતાઓને નથી રસ, એક પણ નથી લાઈનમાં...


500 ગ્રામ ડીઝલમાં એક કલાક ચાલવાની એવરેજ


આજના સમયમાં શહેરોમાં કંપનીમાં શો રૂમમાં મળતા મીની ટ્રેકટર 5 લાખ આસપાસની કિંમતના મળતા હોય છે.પરંતુ નાનો ખેડૂત આ કિંમતમાં ક્યાંથી મીની ટ્રેકટર લાવી શકે તે ઉદ્દેશથી હંસાભાઈ સુથારે માત્ર 1 લાખ અને 30 હજારના ખર્ચે મીની ટ્રેકટર બનાવ્યું તેનો ઉપયોગ દૂધ ડેરીમાં દૂધ ભરાવવા તેમજ ખેતરમાં નિંદામણ દૂર કરવા, વાવણી કરવા,તેમજ રોડ પર 500 કિલો વજન ખેંચવાનું કામ પણ આ મીની ટ્રેકટર કરે છે.. ટ્રેક્ટર ફક્ત 500 ગ્રામ ડીઝલમાં એક કલાક ચાલવાની એવરેજ આપે છે. તેની સામે બજારમાં મળતું કંપનીનું મીની ટ્રેકટર દોઢ લીટર ડિઝલમાં એક કલાકની એવરેજ આપે છે. 


Gujarat assembly By Election: ગુજરાતની 5 બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર, જાણો


મદદની અપેક્ષા


હાથે બનાવેલ મીની ટ્રેક્ટરમાં ટાયરની પોહળાઈ વધુ હોવાથી ખેડૂતો પણ વધુ પસંદ કરે છે.કંપનીના મીની ટ્રેક્ટરની આબેહૂબ જ હંસાભાઈ સુથારે પોતાના હાથે બનાવેલ મીની ટ્રેકટર જોવા દૂર દૂરથી ખેડૂતો આવે છે.તેમના કાર્ય પણ બિરદાવી રહ્યા છે.હંસાભાઈની માંગ છે કે સરકાર અથવા કોઈ કંપની દ્વારા તેમને આર્થિક રીતે મદદ કરવામાં આવે તો તેઓ અન્ય ખેડૂતો માટે પણ વધુમાં વધુ ટ્રેકટરો બનાવી શકે છે.


લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર, 7 તબક્કામાં યોજાશે મતદાન, 4 જૂને જાહેર થશે પરિણામ