Lok Sabha Election 2024 Date Schedule: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર, 7 તબક્કામાં યોજાશે મતદાન, 4 જૂને પરિણામ..જુઓ A TO Z માહિતી

Lok Sabha Election 2024 Date Schedule: દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ યોજાશે. મતગણતરી 4 જૂનના રોજ થશે. આ સાથે જ નક્કી થશે કે દેશમાં આગામી સરકાર કઇ પાર્ટીની બનવા જઇ રહી છે. 

Lok Sabha Election 2024 Date Schedule: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર, 7 તબક્કામાં યોજાશે મતદાન, 4 જૂને પરિણામ..જુઓ A TO Z માહિતી

Lok Sabha Election 2024 Date LIVE updates: આજે 16 માર્ચને શનિવારનો દિવસ છે. આજે લોકસભા ચૂંટણી 2024ની આતુરતાનો અંત આવી ગયો છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચની જાહેરાત  સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગૂ થઇ જશે.  

લોકસભા ચૂંટણી 2024 નું રણશિંગૂ ફૂંકાઇ ગયું છે. દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ યોજાશે. મતગણતરી 4 જૂનના રોજ થશે. આ સાથે જ નક્કી થશે કે દેશમાં આગામી સરકાર કઇ પાર્ટીની બનવા જઇ રહી છે. 

દેશભરમાં 543 લોકસભા સીટો પર સાત તબક્કામાં મતદાન થશે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 04 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવશે. રાજીવ કુમારે કહ્યું કે 'અમે એવી ચૂંટણીઓ કરાવવા માંગીએ છીએ જે વિશ્વમાં આપણા લોકતંત્રની વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવે.' સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 

No description available.

ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી છે. બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા સહિત વિવિધ રાજ્યોની 26 વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. CECએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર (કેન્દ્ર શાસિત પ્રદેશ)માં પણ ચૂંટણી થવાની છે. જોકે, પંચે J&Kમાં ચૂંટણીની જાહેરાત કરી નથી. EC અનુસાર, આગામી લોકસભા ચૂંટણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 96.86 કરોડ છે. ચૂંટણી માટે દેશભરમાં 10.5 લાખથી વધુ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. 

19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન
26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન
7 મે ત્રીજા તબક્કાનું મતદાન
13 મે ચોથા તબક્કાનું મતદાન
20  મે પાંચમ તબક્કાનું મતદાન
15  મે છઠ્ઠા તબક્કાનું મતદાન
1 જૂને સાતમા તબક્કાનું મતદાન

2019 માં 10 માર્ચે થઇ હતી તારીખોની જાહેરાત
વર્ષ 2019 માં લોકસભા ચૂંટણીની તારીખો 10 માર્ચ 2019ના રોજ જાહેર કરવામાં આવી હતી. તે સમયે દેશમાં સાત તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે થયું હતું જ્યારે સાતમા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું.

2019ની લોકસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલા ટકા વોટ મળ્યા?
2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 14.61 કરોડ મતદારો હતા. આ ચૂંટણીમાં કુલ 59.21% મતદાન થયું હતું. 2019ની ચૂંટણીમાં ભાજપને 49.56%, સમાજવાદી પાર્ટીને 17.96%, બહુજન સમાજ પાર્ટીને 19.26% અને કોંગ્રેસને 6.31% મત મળ્યા હતા. ઉત્તર પ્રદેશમાં કુલ 75 જિલ્લાઓ છે. જેમાં 18 મંડળ છે.

દેશમાં કેટલા મતદારો
- 2024માં 97 કરોડ મતદારો મતદાન કરશે
- આ વર્ષે 2 કરોડ નવા મતદારો જોડાયા

ક્યારે પૂરો થશે મોદી સરકારનો કાર્યકાળ? 
- મોદી સરકારનો 16 જૂનના રોજ પુરો થાય છે કાર્યકાળ
- નવી લોકસભાની રચના તેનાથી પહેલાં થઇ જશે

સીઈસી રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કલંકિત ઉમેદવારોએ પોતાના વિશે સમાચાર પત્રો જણાવવાનું રહેશે. ચૂંટણીમાં હિંસા માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. ચૂંટણી પંચ નિષ્પક્ષ અને હિંસામુક્ત ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. પૈસા, દારૂ અને ભેટો વહેંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

— ANI (@ANI) March 16, 2024

ચૂંટણી પંચ દરેક જગ્યાએ પહોંચશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમારા કર્મચારીઓ ચૂંટણી માટે દરેક જગ્યાએ જશે, પછી તે પર્વત હોય કે દૂરના જંગલો. અમારે ઘોડા, હાથી કે હેલિકોપ્ટરથી જવું પડે પણ અમે પહોંચી જઈશું. દરેક મતદાર મતદાન કરે તે સુનિશ્ચિત કરવા અમે ખૂબ મહેનત કરીએ છીએ. મતદારોએ પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

1.8 કરોડ મતદારો પ્રથમ વખત મતદારો મતદાન કરશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં પ્રથમ વખત 1.8 કરોડ મતદારો મતદાન કરશે. 100 વર્ષથી વધુ ઉંમરના 2.18 લાખ મતદારો છે. 18 થી 29 વર્ષની વયજૂથમાં 21.5 કરોડ યુવા મતદારો છે. દેશના 12 રાજ્યોમાં પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે. 48,000 ટ્રાન્સજેન્ડર મતદારો છે. જેમાં 49 કરોડ પુરૂષ અને 48 કરોડ મહિલા મતદારો છે.

55 લાખ ઈવીએમથી મતદાન થશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે તૈયાર છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડથી વધુ મતદારો છે. લગભગ 10.5 લાખ મતદાન મથકો હશે. 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. 1.5 કરોડ સત્તાવાર ચૂંટણી યોજશે.

— ANI (@ANI) March 16, 2024

 97 કરોડ મતદારો ચૂંટણીમાં ભાગ લેશે
ECI રાજીવ કુમારે કહ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. 'ચૂંટણીનો તહેવાર, દેશનું ગૌરવ' આ ચૂંટણીમાં ECની ટેગ લાઇન છે. આ ચૂંટણીમાં 97 કરોડ મતદારો મતદાન કરશે.

દરેક બૂથ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી દરમિયાન મતદાન મથક પર સામાન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. દરેક બૂથ પર પીવાના પાણી અને રેમ્પની સુવિધા હશે. મહિલાઓ અને પુરૂષો માટે અલગ-અલગ શૌચાલય હશે. મતદાર યાદીમાં 85 વર્ષથી વધુ વયના 82 લાખ મતદારો છે.

ફ્રી બ્રિઝ પર પ્રતિબંધ મૂકશે
રાજીવ કુમારે કહ્યું કે અમે પૈસાનો વ્યય થવા દઈશું નહીં. જ્યાં પણ ફ્રીબીઝ અને દારૂના વિતરણની ફરિયાદો આવશે, અમે તેને અટકાવીશું. બેંકો 1-1 હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર નજર રાખશે.

ગેરકાયદે નાણાંનો ઉપયોગ કરવામાં આવશે નહીં
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણીમાં ગેરકાયદેસર નાણાં પણ ચૂંટણી પ્રક્રિયા માટે ગંભીર બાબત છે. જેને રોકવા માટે ચૂંટણી પંચે એજન્સીઓ સાથે સમીક્ષા બેઠક યોજી છે. ESMs પોર્ટલ અને એજન્સીઓ વચ્ચેના સંકલનથી આને રોકવામાં મદદ મળી છે. જે છેલ્લી 11 ચૂંટણીમાં જોવા મળ્યું છે.

સીનીયર સીટિઝન માટે કરાશે ખાસ વ્યવસ્થા
સીનીયર સીટિઝન માટે દરેક પ્રકારની વ્યવસ્થા હશે. અમે એક માણસનો મત લેવા માટે પણ એમના ઘરે જશે. ચૂંટણી દરમિયાન સ્વચ્છતા અને પર્યાવરણની ખાસ કાળજી રાખવામાં આવી છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ હશે જે વરિષ્ઠ અધિકારીની દેખરેખ હેઠળ કામ કરશે. ફરિયાદ મળતાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે. ચૂંટણીમાં હિંસા માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. ચૂંટણી આયોગ મસલ પાવરને નિયંત્રિત કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરશે. અમે હિંસા મુક્ત ચૂંટણી આપવા માંગીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news