સુરત : શહેરમાં આપઘાત, હત્યા અને દુષ્કર્મ જેવી અનેક ઘટનાઓ આંતરે દિવસે બનતી રહે છે. સુરતમાં ધીરે ધીરે હવે જંગલરાજ હોય તેવી સ્થિતી પેદા થઇ છે. પોલીસ તમામ મોરચે ગુનાઓ ડામવામાં નિષ્ફળ રહી છે. આજે કેનેરા બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા એક યુવાને ઘરનાં ધાબા પર આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે મકાનની છત પરથી તેનો લટકતી હાલતમાં દેહ મળી આવ્યો હતો. એકનાં એક દિકરાએ આપઘાત કરી લેતા પરવાર પર આપત્તીનો પહાડ તુટી પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: લોહિયાળ ગણતંત્ર દિવસ એક જ દિવસમાં 2 હત્યાથી શહેરમાં જંગલરાજનો આભાસ, પોલીસ સામે સવાલો


સુરતમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યા છે. જો કે ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પાલનપુર પાટિયા ખાતે રહેતા પાર્થ જનકભાઇ મોદીએ આજે પોતાનાં ઘરમાં પોતાની રૂમની છત સાથે હુકમાં દોરી વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેની અર્ધી ગુજરાતી અને અર્ધી અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે.


રાજ્યમાં આગામી બે દિવસ ભારે ઠંડા પવનો ફૂંકાશે,પાંચ દિવસની કોલ્ડવેવની આગાહી


શહેરમાં ગુનાખોરીની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. પોલીસ સતત નિષ્ફળ જઇ રહી છે. તેવામાં પોલીસ સામે સસવાલો ઉઠી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતીથી સ્થાનિક જનતામાં પણ ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં હવે સરકાર દ્વારા કાયદાનાં કડક અમલીકરણ માટે કંઇક થાય તેવી નાગરિકોની સતત માંગ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube